વિકાસના કામોને બ્રેક લાગી:ગાંધીનગર તા. પં.ની સામાન્ય સભા ઔપચારિક બની રહેશે

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદર્શ આચારસંહિતાને પગલે
  • સભામાં​​​​​​​ 15માં નાણાપંચના રૂપિયા 3 કરોડનાં વિકાસનાં કામોને બહાલી અપાશે

ગ્રામ પંચાયતની ચુંટણીની તારીખો જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા વચ્ચે ગાંધીનગર તાલુકા પંચાયતની તારીખ 25મી, મળનારી સામાન્ય સભા ઔપચારીક બની રહેેશે. સભામાં 15માં નાણાંપંચના રૂપિયા 3 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવશે. ગાંધીનગર જિલ્લાની 179 ગ્રામ પંચાયતો સહિત રાજ્યભરની ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં જ રાજ્યના ચુંટણીપંચ દ્વારા ચુંટણીની તારીખો જાહેર ગત સોમવારે કરી છે. આથી આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ જતા વિકાસના કામોને બ્રેક લાગી ગઇ છે.

ત્યારે આદર્શ આચારસંહિતની અમલવારી વચ્ચે જિલ્લાના ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા આગામી તારીખ 25મી, નવેમ્બરના રોજ, બપોરે 1-30 કલાકે સભાખંડમાં ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળજી ઠાકોરની અધ્યક્ષતામાં મળશે. તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની કાર્યવાહી નોંધને બહાલ રખાશે. ઉપરાંત 15માં નાણાંપંચ મુજબ તાલુકા પંચાયતને રૂપિયા 3 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે.

તાલુકાના 54 ગામોમાં 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી નિયત કરેલા નિયમ મુજબ વિવિધ વિકાસલક્ષી કામોને ચુંટાયેલા સદસ્યોએ રજુ કર્યા છે. ગાંધીનગર તાલુકા પંચાયતના સદસ્યોએ રજુ કરેલા વિકાસના રૂપિયા 3.13 કરોડના કામોને બહાલી આપવામાં આવશે. પરંતુ કામોની પ્રાથમિક કે વહિવટી મંજુરી આચારસંહિતાને કારણે આપવામાં આવશે નહી.

અન્ય સમાચારો પણ છે...