તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારો ફળ્યા:ગાંધીનગર એસ.ટી ડેપોને તહેવારો ફળ્યા, 271 ટ્રીપો દોડાવી 16 લાખની આવક મેળવી

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં બસો બંધ કરી દેવાતા મહિને 30 લાખનું નુકસાન વેઠવો પડ્યો હતો

રક્ષા બંધન તેમજ સાતમ આઠમના તહેવારો દરમિયાન ગાંધીનગર એસ.ટી ડેપોએ 271 જેટલી ટ્રીપો દોડાવીને 16 લાખની આવક રળી લેતા ગાંધીનગર ડેપોને પવિત્ર શ્રાવણ માસના તહેવારો ફળ્યા છે.

કોરોના કાળના કારણે ગાંધીનગર એસ.ટી ડેપોની બસો બંધ કરી દેવામાં આવતા ડેપોને મહિને 30 લાખ જેટલી નુકશાની વેઠવાનો વખત આવ્યો હતો. બાદમાં લોક ડાઉન ખુલી જતાં એસ.ટી.ના પૈડાં દોડતા થઇ ચૂક્યા છે. ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો ના મેનેજર દ્વારા નુકશાની ભરપાઈ કરવા માટે આગોતરું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન લોકો વિવિધ ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં જતાં હોય છે. જે અન્વયે ડેપો દ્વારા તહેવારો દરમિયાન વધુ ને વધુ બસો દોડાવવામાં આવી હતી. ત્યારે રક્ષા બંધન તેમજ સાતમ આઠમના તહેવારો ને ધ્યાને રાખી 271 બસની ટ્રીપો દોડાવવામાં આવી હતી. જેનાં થકી ગાંધીનગર ડેપોને 16 લાખની આવક થઈ ચૂકી છે.

આ અંગે એસ.ટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારો માટે વધારાની બસો દોડાવવામાં આવી હતી. રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં મુસાફરોને બસની સુવિધા યોગ્ય રીતે મળી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરીને 271 જેટલી ટ્રીપોનું દાહોદ-ગોધરા, ઝાલોદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો તરફ સંચાલન કરવામાં આવ્યું હતું.

વધારાની બસો દોડાવીને આ દિવસો દરમિયાન ગાંધીનગર ડેપોએ 16 લાખ રૃપિયાની આવક મેળવી છે. ત્યારે તંત્ર દ્વારા મુસાફરોની માંગને ધ્યાને રાખી ધાર્મિક સ્થાનકો ઉપર તહેવારો દરમિયાન વધારાની બસો દોડાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગાંધીનગર એસટી ડેપો દ્વારા પવિત્ર તહેવારોમાં મુસાફરોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે વધારાની ટ્રીપોનું પણ સંચાલન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...