લૂંટારુ ગેંગનો પર્દાફાશ:ગાંધીનગર સેકટર - 7 પોલીસની હદમાં લૂંટ સહિતના ગુનાને અંજામ આપનાર ગેંગ ઝડપાઈ, 9 મોબાઇલ ફોન મળીને 1.70 લાખની મત્તા જપ્ત

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાપરામાં સૂતેલા મજૂરોના મોબાઈલ ચોર્યા હોવાની કબૂલાત

ગાંધીનગર સેકટર - 7 પોલીસ મથકની હદમાં લૂંટ સહિતનાં અન્ય ગુનાને અંજામ આપતી પાંચ શખ્સોની ગેંગને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડી નવ મોબાઇલ ફોન, સીએનજી રીક્ષા મળીને રૂ. 1.70 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલી દીધો
ગાંધીનગર સેકટર - 7 પોલીસ મથકની લૂંટ સહિતના ગુના દાખલ થતાં લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી પરમારનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમોએ વર્ક આઉટ શરૂ કર્યું હતું. જેનાં પગલે પૂર્વ બાતમીના આધારે પાંચ ઈસમોની ગેંગને સી.એન.જી રીક્ષા, ચોરીના મોબાઈલ ફોન સાથે સેક્ટર 11 રામકથા મેદાનથી ઝડપી પાડયા હતા.

પાંચ ઈસમોની ગેંગ ઝડપાઈ
​​​​​​​
જેમની કડકાઈથી પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ પ્રવિણ ઉર્ફે બબી ઉર્ફે દોરાડો મોહન ધોત્રે (સેક્ટર ૧૩ કાચા છાપરા), રવિ દલસુખભાઇ દંતાણી (રહેવાસી કોબા સર્કલ), રાહુલ ઉર્ફે મેહુલ ગુગાભાઇ પટણી રહે. ગ-5 સર્કલ નજીક આવેલ કાચા છાપરા), તારાચંદ ઉર્ફે સુંઘણીયો ગોવિંદભાઇ બાવરી રહે. ઘ-૫ ચોપાટી નજીક છાપરા) અને જોરાવરસિંહ જોહરસિંહ બાવરી હોવાની કબૂલાત કરી હતી.

નવ મોબાઇલ સહિતનો સામાન મળી આવ્યો
​​​​​​​
જેઓની પાસેથી નવ મોબાઇલ ફોન તેમજ લોખંડની ગ્રીલ કાપવાની આરી, હથોડી સહિતનો સામાન મળી આવ્યો હતો. જેમની વધુ પૂછતાંછ આરોપીઓએ થોડા દિવસ અગાઉ રિક્ષામાં સેકટર - 2 તરફ જતા રોડ ત્રણ રાહદારીઓ સાથે મારામારી કરી મોબાઇલની લૂંટ ઉપરાંત સેક્ટર 7 અરિહંત ગાર્મેટ નામની સ્માર્ટ ફોન,મોડેલ આઈટેલ એલ- દુકાનની સામે રોડ ઉપર પાર્ક કરેલ ઇકો કારમાથી ચોરી તેમજ અત્રેના વિસ્તારમાંથી પણ છાપરામાં સુતેલા મજૂરો ના મોબાઇલ ચોર્યા હોવાનું કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...