તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:ગાંધીનગર RAC આર. ડી. સિંઘની નિમણૂક કરાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર એચ. એમ. જાડેજાની બદલી થઈ છે. તેમના સ્થાને મેરીટાઈમ બોર્ડમાં સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર તરીકે રહેલાં મહિલા અધિકારી આર. ડી. સિંઘને મુકવામાં આવ્યા છે. લાંબા સમયથી ગાંધીનગર એડિશનલ કલેક્ટર પદે રહેલાં એચ. એમ. જાડેજાને કચ્છમાં ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર તરીકે મુકાયા છે. ગાંધીનગરના નવા RAC આર. ડી. સિંઘ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના પત્ની છે.

ગાંધીનગર ડેપ્યુટી ડિસ્ટ્રક્ટ ડેવલોપમેન્ટ ઓફીસર તરીકે રહેલાં જે. બી. વદરની ટ્રાન્સફર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં જનરલ મેનેજર તરીકે થઈ છે. તેમના સ્થાને ડી. જે. દેસાઈને ગાંધીનગર ડિસ્ટ્રક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર પદે મુકાયા છે. જે. બી. દેસાઈ હાલ કમિશનરેટ ઓફ મ્યુનિસિપાલટિઝ એડમિનિસ્ટ્રેશન ખાતે ફરજ બજાવે છે. આર. ડી. સિંઘ ે મેરીટાઈમ બોર્ડમાં સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફિસર તરીકેની કામગીરી બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...