કાર્યવાહી:ગાંધીનગર પોલીસે આંતોલી - ચંદ્રાલા પાસે વોચ ગોઠવી ટુ વ્હીલરમાં દારૂની હેરફેર કરતાં ત્રણને પકડયા, દારૂના જથ્થા સહિત 1.29 લાખનો મુદામાલ જપ્ત

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાઈએ દારૂ આપતા નાનો ભાઈ વેચવા નીકળ્યો હતો

ગાંધીનગર પોલીસે આંતોલી - ચંદ્રાલા પાસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને ટુ વ્હીલરમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને હેરફેર કરતાં ત્રણ બુટલેગરોને ઝડપી પાડી દારૂ બિયરના જથ્થા સહિત 1.29 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિર્લિપ્ત રાયની એસપી તરીકે નિમણૂક થતાં જ રાજયના બુટલેગરો ફફડી ઉઠયા છે. ત્યારે ગાંધીનગરમાં પણ પોલીસ દ્વારા વધુ સતર્કતા રાખીને દેશી વિદેશી દારૂની બદીને ડામી દેવા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. તો ગાંધીનગર પોલીસે પણ દારૂની પ્રવૃતિઓ પર ધોંશ બોલાવી દેવા કમરકસી લીધી છે.

ગાંધીનગર પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે પૂર્વ બાતમીના આધારે આંતોલી ગામ પાટીયા નજીક વોચ ગોઠવીને નંબર પ્લેટ વિનાના એક્ટિવા સાથે કુલદીપ મહેન્દ્રસિંહ ઝાલા (દહેગામ) ને ઝડપી લીધો હતો. પોલીસે એક્ટિવાની ડેકીમાંથી મળી આવેલ વિદેશી દારૂની 18 નંગ બોટલો અંગે તેની પુછતાછ કરતા તેના મોટા ભાઈ ભરત સિંહ ઉર્ફે ગૂડીયો ઝાલાએ દારૂ આપ્યો હતો. જેનું વેચાણ કરવાં માટે દહેગામ તરફ જતો હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે દારૃ, એક્ટિવા સહિત 41 હજાર 130 નો મુદામાલ જપ્ત કરી લીધો હતો.

જ્યારે ચીલોડા પોલીસનો સ્ટાફ નિત્યક્રમ મુજબ ચંદ્રાલા આગમન હોટલ પાસે નાકા બંધી કરીને વાહન ચેકીંગ કરી રહ્યો હતો. એ દરમ્યાન એક ટુ વ્હીલર પર જતા બે ઈસમોને ઈશારો કરીને ઊભો રાખી દેવામાં આવ્યા આવ્યા હતા. જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ પ્રકાશ માંગીલાલ માલી અને માંગીલાલ શંકરભાઈ માલી (રહે. વાસણા અમદાવાદ) હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે તેમના ટુ વ્હીલરની ડેકી ચેક કરતા 42 નંગ વિદેશી દારૂ અને 23 નંગ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી બંનેની ધરપકડ કરી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, અને ટુ વ્હીલર મળીને 87 હજાર 960 નો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...