ફરી પાછા જેલમાં:પેરોલ પર છુટીને દોઢ વર્ષથી ફરાર ગેંગરેપના આરોપીને ગાંધીનગર પોલીસે ફરી ઝડપી જેલમાં ધકેલ્યો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી આરોપી પોલીસ પકડથી દુર હતો
  • બાતમીના આધારે પોલીસે ઝડપી જેલમાં નાખ્યો

ગાંધીનગરમાં વર્ષ 2018માં સગીર વયની કિશોરીનું અપહરણ કરી શેરીસા નજીકની નર્મદા કેનાલ પાસે મળતિયાઓ સાથે વારાફરતી ગેંગ રેપ કરવાના ગુનામાં કાચા કામનાં કેદી તરીકે સેન્ટ્રલ જેલમાં સજા કાપતો આરોપી પેરોલ જમ્પ કરીને દોઢ વર્ષથી નાસતો ફરતો હતો. જેને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લઈને ફરી પાછો જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ગંભીર ગુનામાં પેરોલ જમ્પ કરનાર આરોપીઓને પકડી પાડી પાછા જેલમાં ધકેલી દેવા માટે તાબાનાં અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે એલસીબી પીઆઈ જે એચ સિંધવ દ્વારા પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન બાતમી મળી હતી કે, બળાત્કારના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી (નંબર 679)વિપુલ અમરતજી ઠાકોરે (કરસનપૂરા, ટીટોડા ગામ) વર્ષ 2018માં મળતિયા અરવિંદ મેલાજી ઠાકોર અને બળદેવ રમણજી ઠાકોરે (બન્ને રહે. શેરીસા) ભેગા મળીને સગીર વયની કિશોરીનું અપહરણ કર્યું હતું.

બાદમાં કિશોરીને શેરીસા નર્મદા કેનાલ પાસે લઈ જઈએ ત્રણેયે વારાફરતી ગેંગ રેપ કર્યો હતો. જે અંગે સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ગુનામાં વિપુલ ઠાકોર અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો. અને દોઢ વર્ષ અગાઉ પેરોલ પર છૂટીને નિયત સમય મર્યાદામાં પરત ફર્યો ન હતો. જેને વાવોલ ખાતેથી ઝડપી લઈને એલસીબીએ પરત જેલમાં ધકેલી દેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...