કાર્યવાહી:ગાંધીનગર પોલીસે બોરીસણા નજીકથી ચોરીના બાઈક સાથે મહેસાણાના આરોપીને ઝડપી લીધો

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિના પહેલાં બાઇર ચોરી કર્યાની આરોપીએ કબૂલાત કરી

સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે રાખવામાં આવેલી કોમ્બીગ નાઈટ દરમિયાન કલોલના બોરીસણા બસ સ્ટેન્ડ નજીકથી ચોરીના બાઈક સાથે મહેસાણાનાં યુવાનને પૂર્વ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં અનિચ્છનીય બનાવો બનતા અટકાવવા માટે કોમ્બીગ નાઇટ યોજવામાં આવી હતી. જેનાં પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પીઆઈ જયેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ હોન્ડા સાઇન નંબર પ્લેટ વગરનું બાઇક લઇને ખાત્રજ ચોકડીથી કલોલ તરફ આવી રહ્યો છે. જેથી બાતમી આધારે એલસીબી ટીમ દ્વારા બોરીસણા બસ સ્ટેન્ડ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે ઉપરોકત બાતમી વર્ણન વાળો ઇસમ બાઇક સાથે આવતો જણાતા તાત્કાલીક તેને પકડી લેવામાં આવ્યો હતો. આ યુવકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ સજજનસિંહ ઉર્ફે ચેતન છનુભા ઝાલા( રહે. દરબારવાસ, ગામ-ઘનપુરા કટોસણ તા.જોટાણા જિ. મહેસાણા) નો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મળી આવેલા નંબર વિના બાઈક અંગે પણ પૂછતાંછ કરતાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

બાદમાં તેની કડકાઈથી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા તેણે આ બાઇક આજથી એક મહિલા પહેલા બપોરના સમયે જોટાણા બજારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી ઉપરોકત બાઇકના એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશનથી સર્ચ કરી ખાતરી કરતા આ બાઇકનો (નંબર Gj-02-DF-3978) હોવાનું અને આ બાઇકની ચોરી બાબતે સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હોવાનું વધુ ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે રૂ. 30 હજાર બાઈકની કિંમત ગણીને સજજનસિંહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...