દારુની બદીને ડામવા કાર્યવાહી:ગાંધીનગર પોલીસે 2 દિવસમાં દેશી દારૂના 175 કેસ કર્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેરોકટોક ચાલતા દેશી દારૂની ભઠ્ઠીઓમાં કામગીરી દેખાડવા પૂરતા કેસ કરવામાં આવ્યા હોવાની ચર્ચા

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમા દેશી અને વિદેશી દારુ આસાનીથી મળી રહે છે. હાલમા પણ જિલ્લામા અનેક જગ્યાએ પોલીસથી બચીને દારુ વેચવામા આવી રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા દારુની બદીને ડામવા માટે ચોપડા ઉપર કાર્યવાહી કરવામા આવતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જિલ્લાના તમામ પોલીસ મથકમા બે દિવસ દરમિયાન દેશી દારુ વેચતા અને દારુ પીને ફરતા લોકો ઉપર 175 કેસ કરવામા આવ્યા છે. જોકે, આ કામગીરી મહિનાના પહેલા 10 દિવસ કરવામા આવશે.

ગાંધીનગર જિલ્લામા મહિનાના પહેલા 10 દિવસમા પ્રોહિબિનશનની ડ્રાઇવ ચલાવવામા આવે છે. તેમા પોલીસ ચોપડા ઉપર કામગીરી બતાવવામા આવી રહી છે. ચૂંટણીની જાહેરાત પણ થઇ ચૂકી છે, ત્યારે પોલીસ માટે પણ કામગીરી બતાવવી જરુરી થઇ ગઇ છે.

જેને લઇને જિલ્લામા તમામ પોલીસ દ્વારા બે દિવસમા દેશી દારુ વેચનાર ઉપર 175 કેસ કર્યા છે. જેમા સૌથી ઓછા કેસ ઇન્ફોસિટી પોલીસની ટીમ દ્વારા કરવામા આવ્યા છે. ઇન્ફોસિટી પોલીસ દ્વારા માત્ર 3 કેસ કરવામા આવ્યા છે.

જ્યારે સાંતેજમા 13, રખિયાલમા 9, પેથાપુરમા 10, માણસામા 16, કલોલ તાલુકામા 13, કલોલ સીટીમા 12, દહેગામમા 20, ડભોડામા 25, ચિલોડામા 19 અને અડાલજમા 10 કેસ કરવામા આવ્યા છે. દેશી દારુના કેસની કામગીરી કરી પોલીસ સારી કામગીરી બતાવી રહી છે. ઉલ્લેખનિય છેકે, કામગીરી દરમિયાન પણ અનેક જગ્યાએ દેશી દારુ બનાવવાની કામગીરી ચાલતી હોય છે, એક જ જગ્યાએ વારંવાર કેસ કરીને કામગીરી બતાવાય છે.

અન્ય સમાચારો પણ છે...