તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની ગાંધીનગર પોલીસે દિલ્હીથી ધરપકડ કરી, પાલજની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થા વિશે વીડિયો વાયરલ કર્યો હતો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અશ્વિન સાંકડસરીયાએ અવાર નવાર નામી અનામી નેતા અને સંગઠનનો વિરૂદ્ધ પોસ્ટ કરી હતી
  • જાણીતા લેખિકા કાજલ વૈધ વિરુદ્ધ પણ સોશિયલ મીડિયામાં બિભત્સ પોસ્ટ વાયરલ કરી હતી

ગાંધીનગરનાં પાલજમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર પાટીદાર આંદોલન વખતના પાસનાં વિવાદાસ્પદ નેતા અશ્વિન સાંકડ સરીયાની ગાંધીનગરની ચિંલોડા પોલીસે દિલ્હીથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિલ્હી પાસનાં નેતા અશ્વિન સાંકડ સરીયાએ ભૂતકાળમાં ગાંધીનગર પાલજમાં આવેલી ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કરીને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી અધિકારી વિરુદ્ધ બેફામ આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે અન્વયે ચિલોડા પોલીસ મથકમાં અશ્વિન સાંકડ સરીયા વિરુદ્ધ આઇપીસી કલમ 505 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી પાસ નેતા અશ્વિન સાંકડ સરીયા ઉક્ત ગુનામાં વોન્ટેડ હતો. ત્યારે નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ખાસ ડ્રાઈવ અંતર્ગત ચિંલોંડા પોલીસ મથકના ઈન્સ્પેક્ટર અશ્વિન સાંકડસરીયાની દિલ્હીથી ધરપકડ કરી લેવામાં આવી છે.

પાટીદાર આંદોલન આંદોલન હાર્દિક પટેલ સાથે લાઈમ લાઈટમાં આવેલા અશ્વિન સાંકડસરીયા દ્વાર અવારનવાર નામી અનામી નેતા, સંગઠનનો તેમજ જાણીતા લેખિકા કાજલ વૈધ વિરુદ્ધ પણ સોશિયલ મીડિયામાં બિભત્સ પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. જેમના વિરુદ્ધ સીટી સિવિલ કોર્ટમાં કાજલ વૈધના વકીલે દાવો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે ઈન્સ્પેક્ટર આઈ એમ હુદડે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં અશ્વિન સાંકડ સરીયા દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. જે સંદર્ભે અત્રેના પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં છેલ્લા ઘણા સમયથી અશ્વિન સાંકડ સરીયા નાસતો ફરતો હતો જેમની દિલ્હીથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...