તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતવણી:ગાંધીનગર પોલીસ બંધ બંગલાની ચાવી શોધીને પણ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડે છે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂની બોટલો ઝડપી લઈ ફરાર બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગરમાં બુટલેગરોએ ઘર બંધ કરીને પણ વિદેશી દારૂનો જથ્થો છૂપાવી રાખ્યો હશે તેમ છતાં પોલીસ ગમે તેમ કરીને તેના ઘરની ચાવી પણ શોધી નાખીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતા સહેજ પણ અચકાશે નહીં. કેમ કે આજે જ ઈન્ફોસિટી પોલીસે કુડાસણનાં બંધ બંગલાની ચાવી શોધી નાખીને અંદરથી વિદેશી દારૂની બોટલો ઝડપી લઈ ફરાર બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકના તત્કાલીન ડી સ્ટાફ દ્વારા આજે કુડાસણ માં બંગલો બંધ હોવા છતાં ચાવી શોધી નાખીને બંગલામાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી લેવામાં આવી છે. ઈન્ફોસિટી પોલીસ મથકના ઇન્સ્પેકટર પી.પી.વાઘેલા એ કોબા માં ચાલતા હુક્કા બાર પ્રકરણમાં ડી સ્ટાફનું વિસર્જન કરી દઈ તમામ સ્ટાફને સક્રિય કામગીરી કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે.

આજે તાત્કાલિક ડી સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ને બાતમી મળી હતી કે કુડાસણ માં આવેલ વંદન બંગલોઝ મકાન નંબર - 1 માં રહેતા ભીયાંરામ દેવારામ ચૌધરીએ પોતાના બંગલામાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવી રાખ્યો છે. જેનાં પગલે પોલીસ સ્ટાફ બાતમી વાળી જગ્યાએ પહોંચી ગયો હતો. જ્યાં મેઇન ગેટ ની બહાર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ ને સાથે રાખી બંગલા નંબર - 1 પાસે ગયા હતા પરંતુ બંગલાના મેઇન દરવાજો બંધ હતો. પરંતુ બાતમી ચોક્કસ હોવાના કારણે પોલીસે બંગલાની અંદર પ્રવેશવાનું મન બનાવી લીધું હતું. જેથી કરીને પોલીસે બંગલામાં પ્રવેશવા માટે બંગલાની ચારે દિશામાં તપાસ આરંભી હતી.

પોલીસને બંગલાની બારી પાસે સંતાડી રાખેલી ચાવી મળી આવી હતી. ત્યારે બંગલામાં કાયદાકીય રીતે એકદમ ઘૂસી જવાય ન હોવાથી પોલીસે પંચોને બોલાવી લીધા હતા. બાદમાં સિક્યુરીટી ગાર્ડ તેમજ પંચોને સાથે રાખી ચાવી વડે બંગલાનું ઈન્ટર લોક ખોલીને પોલીસે અંદર પ્રવેશ કર્યો હતો અને બંગલાના મેઇન રૂમની આગળ આવેલ સ્ટોર રૂમમાં પોલીસ પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસને પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. જેની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી 45 જેટલી બોટલો મળી આવી હતી. બાતમી મુજબની વિદેશી દારૂની બોટલો મળી આવ્યા બાદ પોલીસે રાહતનો દમ લઈ બુટલેગર ભીયાંરામ દેવારામ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી રૂ. 6 હજાર 810 ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...