તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી દારૂ ઝડપાયો:ગાંધીનગર પોલીસે જમીનમાં ખાડા ખોદીને પણ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો, બે સ્થળોથી 563 નંગ દારૂ - બિયરનો જથ્થો જપ્ત

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ક્રાઇમ બ્રાંચે દહેગામના ખેતરમાં ખાડા ખોદી દારૂ શોધી નાખ્યો
  • ડભોડા પોલીસે બંધ બોડીનાં ડાલામાંથી 20 પેટી દારૂ પકડયો

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ ધ્વારા દહેગામના નિલકંઠ મહાદેવ પાસેના ખેતરમાં ખાડા ખોદીને 323 નંગ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી બુટલેગરને ઝડપી લેવાયો છે. તેમજ ડભોડા પોલીસે પણ રાયપુર નર્મદા કેનાલ નજીકથી બંધ બોડીનાં ડાલા માંથી 20 પેટી દારૃ સાથે એકને ઝડપી લીધો છે. આમ ગાંધીનગર પોલીસે બે સ્થળથી કુલ 563 નંગ દારૂ - બિયર નો જથ્થો જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર એચ પી ઝાલાનાં સુપરવિઝન હેઠળ દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી પોલીસને બાતમી મળી હતી કે, દહેગામના નિલકંઠ મહાદેવ છાપરાંમાં રહેતા રણજીત દિનેશજી ઠાકોર અને ટીનાજી સરદારજી ઠાકોર છાપરા પાછળનાં ખેતરમાં ઓરડીની આસપાસ ની ખુલ્લી જગ્યાની જમીનમાં વિદેશી દારૂ સંતાડી સાગરિત ભુપેન્દ્ર ઉર્ફે અબ્દુલ મહેશજી ઠાકોર સાથે મળીને દારૂનું વેચાણ કરે છે.

જેનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ ડી એસ રાઓલની ટીમ બાતમી વાળા ખેતરમાં દોડી ગઈ હતી. અને ભુપેન્દ્ર ઉર્ફે અબ્દુલને ઝડપી લીધો હતો. બાદમાં પોલીસ ટીમે ખેતરમાં આવેલી ઓરડી આસપાસ ખાડા ખોદવાનું શરૂ કર્યું હતું. જેમાં એક પછી એક ખાડાઓ માંથી વિદેશી દારૂ - બિયરનો 323 નંગ જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો દહેગામના પોજેસિંહે આપ્યો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે કુલ 1,20,838 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

બીજી તરફ ડભોડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ ડી ડી રાઠોડની ટીમે પણ પૂર્વ બાતમીના આધારે રાયપુર કેનાલ - વીરાતલાવડી પર વોચ ગોઠવી સફેદ કલરના બંધ બોડીનાં ડાલામાંથી 20 પેટી વિદેશી દારૃનાં જથ્થા સાથે અજય ઓમપ્રકાશ ચતુર્વેદી (બાપા સીતારામ ફ્લેટ, વસ્ત્રાલ) ને ઝડપી લેવાયો હતો. જેની પૂછતાંછ કરતાં તલોદના રાજુભાઈ નામના ઈસમે દારૂ ભરી આપ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. અને પોલીસે વિદેશી દારૃની 20 પેટીમાં ભરેલ 240 નંગ દારૂનો જથ્થો, ડાલું તેમજ તેમાં રાખેલા પ્લાસ્ટિકના કેરેટ મળી કુલ. 1,96,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...