તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ભુતાન ખાતે યોજાયેલ થાઇ કીક બોકસીંગ ઇન્ટરનેશનલ ચેમ્પ્યનશીપમાં ગાંધીનગરનાં ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાર્મી ચૌહાણ અને શ્લોક ચૌહાણે પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ મેળવ્યો - Divya Bhaskar
ચાર્મી ચૌહાણ અને શ્લોક ચૌહાણે પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ મેળવ્યો
  • સુરત જિલ્લામાંથી પણ સાત ખેલાડીઓએ ભાગ લીધો

તાજેતરમાં તા.26થી ૨૮ ફેબ્રુઆરી 2021 દરમ્યાન ભુતાન ખાતે થાઇ કિક બોકસીંગ એસોશીયેશનની ઇન્ટરનેશનલ ચેમ્પયનશીપ યોજાઇ હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાંથી ચાર્મી ચૌહાણ અને શ્લોક ચૌહાણે ભાગ લીધેલ હતો. જેમણે ઇન્ડો ભુતાન ખાતે પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ સાથે વિજેતા બન્યા હતાં.

ગુજરાત રાજ્યમાંથી સુરત જિલ્લામાંથી પણ સાત ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી તમામ ખેલાડીઓ વિજેતા થયા હતાં અને ગુજરાત રાજ્ય અને ભારતનું નામ રોશન કરેલ છે. ઇન્ડો ભુતાન સામે ભારતની ટીમ ભાગ લઇને સાત ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ મેળવી પ્રથમ ક્રમની ચેમ્પ્યનશીપ ટ્રોફી મેળવી ભારતની ટીમ વિજેતા થયેલ છે.

સુરતમાંથી પણ સાત ખેલાડીઓએ ભાગ લીધો
સુરતમાંથી પણ સાત ખેલાડીઓએ ભાગ લીધો

આ ચેમ્પયનશીપમાં કોચ તરીકે હાર્દિક રાઠોડ અને ચેમ્પશીપના જજ તરીકે તેમને પણ ઇન્ડો ભુતાનથી મોમેન્ટો મેળવી સન્માનીત કરવામાં આવેલ હતાં. તમામ વિજેતા ખેલાડીઓનું સ્પર્ધા માટે તાલીમ તેમના કોચ હાર્દિક રાઠોડ, જીતેન્દ્ર પરમાર અને મહિલા કોચ નેહા હિરાપરા દ્વારા આપવામાં આવેલ છે. તેમજ વિજેતા ખેલાડીઓને અભિનંદન તેમના દ્વારા તેમજ શાળા દ્વારા પાઠવવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...