ચૂંટણીનું કાઉંટડાઉન:2017ની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તરમાં સૌથી ઓછું 69.10 ટકા મતદાન થયું હતું, 8.50 લાખ 405 મતદારોએ મતદાન કરેલું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચુંટણીનું રણશિંગું ફૂંકાતા રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે છેલ્લે વર્ષ - 2017 માં યોજાયેલ વિધાનસભા ચુંટણી ચુંટણીના સત્તાવાર આંકડા જોઈએ તો ગાંધીનગર વિધાનસભા ની પાંચ બેઠકો પૈકી સૌથી ઓછું 69.10 ટકા મતદાન ગાંધીનગર ઉત્તર અને કલોલમાં સૌથી વધુ 73.51 ટકા મતદાન થયું હતું. આ પાંચેય બેઠકોની વાત કરીએ ગત ચુંટણીમાં કુલ 11 લાખ 75 હજાર 594 મતદારોમાંથી 8 લાખ 50 હજાર 405 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલે કે 3 લાખ 25 હજાર 189 મતદારો મતદાનથી કોઈને કોઈ કારણસર અળગા રહ્યા હતા.

સૌથી ઓછું 69.10 ટકા મતદાન ગાંધીનગર ઉત્તરમાં નોંધાયું હતું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. આ વખતની ચુંટણીમાં ત્રીપાંખીયો ચૂંટણી જંગ ખેલાવાનો છે. ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સ્થાનિક સ્તરે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ ચુંટણી તંત્ર ધ્વારા પણ લોકશાહીનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે મેરેથોન બેઠકો યોજીને રાતદિવસ કામે લાગી ગયું છે. ત્યારે વર્ષ - 2017 માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠકોની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી ઓછું 69.10 ટકા મતદાન ગાંધીનગર ઉત્તરમાં નોંધાયું હતું.

3 લાખ 92 હજાર 564 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું
ગાંધીનગર વિધાનસભાની વર્ષ 2017 ની ચુંટણીમાં 11 લાખ 75 હજાર 594 મતદારો નોંધાયા હતા. જેમાં 6 લાખ 4 હજાર 875 પુરુષ મતદારો પૈકી 4 લાખ 46 હજાર 697 નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એજ રીતે 5 લાખ 70 હજાર 694 સ્ત્રી મતદારો પૈકી 3 લાખ 92 હજાર 564 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. એ સિવાય અન્ય 25 પૈકી 9 લોકોએ મતદાન કર્યું હતું. આમ ટકાવારીની દૃષ્ટિએ 73.85 ટકા પુરુષ અને 69.79 ટકા સ્ત્રી અને અન્ય 36 ટકા મળીને પાંચેય વિધાનસભા બેઠક પર કુલ. 72.30 ટકા મતદાન થયું હતું.

દહેગામ બેઠકમાં 1 લાખ 45 હજાર 311 મતદારોએ EVM થી મતદાન કરેલું
જે અન્વયે દહેગામ વિધાનસભા બેઠકમાં 2 લાખ 1 હજાર 363 સામાન્ય મતદારો અને 60 સર્વિસ મતદારો હતા. જે પૈકી 1 લાખ 45 હજાર 311 મતદારોએ EVM અને 1158 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ કુલ 1 લાખ 46 હજાર 469 નાગરિકોએ મતદાન કરતાં દહેગામમાં 72.72 ટકા મતદાન નોંધાયું હતું.

ગાંધીનગર દક્ષિણ બેઠકમાં 2 લાખ 15 હજાર 949 મતદારોએ મતદાન કર્યું હતું
જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠકમાં 3 લાખ 4 હજાર 951 સામાન્ય મતદારો અને 206 સર્વિસ મતદારો મળીને કુલ 3 લાખ 5 હજાર 157 મતદારો પૈકી 2 લાખ 13 હજાર 217 મતદારોએ EVM અને 2 હજાર 732 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ કુલ 2 લાખ 15 હજાર 949 મતદારોએ મતદાન કરતાં ગાંધીનગર દક્ષિણ બેઠક પર કુલ 70.77 ટકા મતદાન થયું હતું.

પાંચેય બેઠકોમાં સૌથી ઓછું ગાંધીનગર ઉત્તરમાં મતદાન નોંધાયું
ત્યારે ગાંધીનગર ઉત્તર બેઠકની વાત કરીએ તો 2 લાખ 32 હજાર 375 સામાન્ય મતદારો અને 161 સર્વિસ મતદારો મળીને કુલ 2 લાખ 32 હજાર 536 મતદારો પૈકી 1 લાખ 56 હજાર 457 મતદારોએ EVM અને 4218 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ કુલ 1 લાખ 60 હજાર 675 મતદારો મતદાન કરતાં 69.10 ટકા મતદાન થયું હતું. જે પાંચેય બેઠકોમાં સૌથી ઓછું રહ્યું હતું.

76.31 ટકા મતદાન માણસા બેઠક પર નોંધાયું હતું
એજ રીતે માણસા વિધાનસભા બેઠકમાં 2 લાખ 12 હજાર 778 સામાન્ય મતદારો અને 221 સર્વિસ મતદારો મળીને 2 લાખ 12 હજાર 999 મતદારો નોંધાયા હતા. જે પૈકી 1 લાખ 60 હજાર 802 મતદારોએ EVM અને 1728 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ 1 લાખ 62 હજાર 530 મતદારો મતદાન કરતાં 76.31 ટકા મતદાન માણસા બેઠક પર નોંધાયું હતું.

કલોલમાં 2 લાખ 24 હજાર 175 મતદારો નોંધાયા હતા
બીજી તરફ કલોલ બેઠકમાં 2 લાખ 24 હજાર 127 સામાન્ય મતદારો અને 48 સર્વિસ મતદારો મળીને કુલ 2 લાખ 24 હજાર 175 મતદારો નોંધાયા હતા. જેમાં 1 લાખ 63 હજાર 483 મતદારોએ EVM અને 1299 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ કલોલ બેઠકમાં 1 લાખ 64 હજાર 782 મતદારોએ મતદાન કરતાં પાંચેય બેઠકો પૈકી અત્રે સૌથી વધુ 73.51 ટકા મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...