ગાંધીનગર રિઝલ્ટ:ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો; 28માંથી 19 બેઠક ભાજપે જીતી, કોંગ્રેસને માત્ર 6 બેઠક

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2015ની ગાંધીનગરની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 72 બેઠકમાંથી ભાજપને 43 અને કોંગ્રેસને 29 બેઠકો મળી હતી

ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતમાં ભાજપે મેદાન મારતાં કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકમાંથી ભાજપને ફાળે 19 બેઠક, જ્યારે કોંગ્રેસ માત્ર એક જ આંકડામાં સમેટાઈ જતાં 6 બેઠક જ મળી છે.

દેહગામ અને કલોલ નગરપાલિકામાં ભાજપે પોતાનો દબદબો મજબૂત કર્યો છે. દેહગામમાં 28માંથી 23 ભાજપને તો કલોલમાં 44માંથી 33 બેઠક પર કમળ ખીલ્યું છે. જ્યારે તાલુકા પંચાયતની 3 બેઠકમાંથી ભાજપને ફાળે 2 જ્યારે 1 બેઠક કોંગ્રેસે જીતી છે. દેહગામ અને માણસામાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે. ​​​​​​ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ સૂર્યસિંહ ડાભીની હાર થઈ છે. કોંગ્રેસના પ્રમુખ સૂર્યસિંહ ડાભીની કડજોદરા બેઠક પર હાર થઈ છે.