સુવિધા:ગાંધીનગર મનપા દ્વારા 3 નવા સિટી બસ રૂટ શરૂ કરાયા

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પથિકાશ્રમથી માણસા, નારદીપુર અને કલોલ રૂટને લીલી ઝંડી

ગાંધીનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નાગરિકોની સુવિધાને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા નવા 3 સિટી બસ રૂટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણમાં મેયર હિતેષ મકવાણા, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. મનપા દ્વારા ત્રણ નવા રૂટમાં પથિકાશ્રમથી માણસા (વાયા ઘ-5, ઘ-6, ટાટા ચોકડી, રાંધેજા ચોકડી-બાળવા ચોકડી), પથિકાશ્રમથી કલોલ (વાયા ઘ-5, ઘ-6, ટાટા ચોકડી, કોલવડા,આદરજ, જલુન્દ) અને પથિકાશ્રમથી નારદીપુર(વાયા ઘ-5, ઘ-6, પેથાપુર, રાંધેજા ચોકડી, રૂપાલ, સરઢવ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

કમિશનર ડૉ. ધવલ પટેલે શહેરના વધુમાં વધુ નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે મયેર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘શહેરને પ્રદૂષણ મુક્ત બનાવી રાખવા માટે જાહેર પરિવહનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય તે જરૂરી છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં અમદાવાદ, વેષ્ણોદેવી, નરોડા, અસારવા સિવિલ, સોલા(હાઇકોર્ટ) વગેરે વિસ્તારો સુધી પોઇન્ટ ટુ પોઇન્ટ બસની સુવિધાની યોજના વિચારાધીન છે.’

અન્ય સમાચારો પણ છે...