પાટનગરમાં સત્તાનો સંગ્રામ:ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઓછા મતદાનથી રાજકીય પક્ષો ચિંતામાં, 54 ટકા મતદાને ભાજપ-આપને મુંઝવ્યા

ગાંધીનગર13 દિવસ પહેલા
મતદાતાઓની નીરસતાંએ રાજકીયપક્ષોની ચિંતા વધારી
  • ગાંધીનગર વોર્ડ 10 હેઠળના સેક્ટર 6માં આપના કાર્યકરોને માર મરાયો
  • મનપા ચૂંટણીમાં 54 ટકા મતદાન, સૌથી વધુ વોર્ડ-7માં 67 ટકા
  • વોર્ડ-5માં અત્યારસુધીમાં સૌથી ઓછું 37 ટકા મતદાન નોંધાયું છે
  • 11 વોર્ડમાં 44 બેઠકો માટે 161 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ
  • સેકટર - 2 ની શાળાના મતદાન મથકમાં મતદારો ગોથે ચડયા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 6 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 67 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ માટે પુનઃ બેઠું થવાની તો આપ માટે પાટનગરમાં પોતાની જગ્યા બનાવવાનો આ સંગ્રામ છે. જોકે ઓછા મતદાને રાજકીય પક્ષોને વિચારતા કરી મુક્યા છે.

સાંજે છ વાગ્યા સુધીના આંકડા

અનેક સ્થળે બબાલની ઘટનાઓ બની
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલ થવાની ઘટનાઓ બની છે. કુડાસણમાં ભાજપ-આપ વચ્ચે માથાકૂટ થતા ખુરશી ઉછળી હોવાના અહેવાલ છે. વોર્ડ 10 હેઠળ આવતા સેક્ટર 6માં કાળી કારમાં આવેલા ઈસમો દ્વારા આપનાં કાર્યકરોને માર મરાયો હતો. બૂથ તોડીને હુમલાખોરો જતા રહ્યાનો આપે આક્ષેપ કર્યો છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા જોવા મળી છે.

બૂથ તોડી નાંખવામાં આવ્યું હોવાનો આપનો આક્ષેપ
બૂથ તોડી નાંખવામાં આવ્યું હોવાનો આપનો આક્ષેપ

મનપાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વોર્ડ-7માં 61.76 ટકા જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ-5માં 35.86 ટકા અત્યારસુધી નોંધાયું છે. આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં 44 ભાજપ, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે.

ભાજપ-આપ વચ્ચે માથાકૂટમાં ખુરશીઓ ઉછળી
ભાજપ-આપ વચ્ચે માથાકૂટમાં ખુરશીઓ ઉછળી

સાંજે 5 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા

બપોરે 4 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા

બપોરે 3 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા

બપોરે 2 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા

બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા

ભાજપના કાર્યકરો ખેસ પહેરીને આવતા હોબાળો મચ્યો
સેક્ટર 24માં ભાજપના કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને આવતા હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે વિરોધ કરતા ભાજપના કાર્યકરોએ ખેસ ઉતાર્યો હતો. સેક્ટર-15 વોર્ડ-6માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે અને પોલીસે પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકર્તાઓ પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. વોર્ડ 5 હેઠળ આવતા સેક્ટર 22 નાં 100થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો છે

આ પણ વાંચોઃગાંધીનગર મનપા ચૂંટણી, ભાજપના કાર્યકરો ખેસ પહેરીને ફરતા હોબાળો

મતદારોની લાંબી કતાર
મતદારોની લાંબી કતાર

સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સેકટર - 2 પ્રાથમિક શાળામાં સવારથી મતદારો ગોથે ચડયા છે. કેમકે બુથ નો નંબર અલગ અને વર્ગ ખંડની બહાર અલગ નંબર હોવાના કારણે અસમંજસ સર્જાઈ છે. જેનાં પગલે જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્ય પણ આવી પહોંચ્યા હતા. પોલીંગ બુથ એજન્ટ પણ ગોથે ચડયા હતા.

આ પણ વાંચોઃ વડાપ્રધાનનાં 99 વર્ષીય માતા હીરાબાએ વોર્ડ-10માં મતદાન કર્યું

મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો
મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો

11 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા

સવારે 9 વાગ્યા સુધી ક્યાં કેટલા ટકા મતદાન

સરકારી નગરી તરીકે જાણીતું ગાંધીનગરમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ રવિવારની રજા હોવાથી વહેલી સવારે આરામ કરવાના મૂડમાં હોય છે. જેથી અત્યારે સવારે સાત વાગે મતદાન કેન્દ્રો પર પાંખી હાજરી જોવા મળી રહી છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મતદાન કેન્દ્રો પર મતદારો ની સંખ્યા વધતી જશે. મતદાન કેન્દ્રો પર મેડીકલ ની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.

કોરોનાની વૈશ્વિક મહામારી પછી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ પક્ષો વચ્ચે જંગ ખેલાયો છે. ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 284 બૂથ પર 281897 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તંત્ર ધ્વારા ગઈકાલથી જ ઈવીએમ સહિતની સામગ્રી બૂથ પર રવાના કરાઈ હતી અને હાલ દરેક બૂથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે.

ચૂંટણી તંત્ર દ્વારા 284 બૂથ પૈકી 144ને સંવેદનશીલ અને ચારને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ બૂથ પર કુલ 1,45,130 પુરુષ મતદાર અને 1,36,758 મહિલા મતદાર નોંધાયેલા છે, જ્યારે 9 અન્ય છે. મતદાન મથક માટે 461 બેલેટ યુનિટ અને 317 કાઉન્ટિંગ યુનિટ તૈયાર કરીને મતદાન મથકો પર મોકલી દેવાયા છે. આ કામગીરી માટે 11 વોર્ડમાં પાંચ ચૂંટણી અધિકારી અને 1775 કર્મચારીઓ તૈનાત કરાયા છે. આ ઉપરાંત મતદાન મથકોએ 1270 પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.

મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને પાંચ સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે. સે-15ની સરકારી સાયન્સ કોલેજ, સે-15 આઈટીઆઈ, સે-15 સરકારી કોમર્સ કોલેજ, સે-15 સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સે-15ની સરકારી આર્ટ્સ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. મતગણતરીની પ્રક્રિયા સે-15 સરકારી સાયન્સ કોલેજ, આઈટીઆઈ, સરકારી કોમર્સ કોલેજ, સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિ અને સરકારી આર્ટસ કોલેજમાં કુલ 53 ટેબલ પર હાથ ધરાશે.

મતદાર યાદી શોધતા એજન્ટો
મતદાર યાદી શોધતા એજન્ટો

ચૂંટણી તંત્ર દ્વારા 284 મતદાન મથકો પૈકી 144 મતદાન મથકને સંવેદનશીલ અને 4ને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચારેય અતિ સંવેદનશીલ મતદાન મથક વોર્ડ-4માં આવે છે. વોર્ડ-4માં સે-20,29, પાલજ, બાસણ, બોરીજ, ઈન્દ્રોડા અને ધોળાકુવાનો સમાવેશ થાય છે. વોર્ડ-9માં સૌથી વધુ મતદાર મતદાર યાદી મુજબ સૌથી વધુ મતદાર વોર્ડ-9માં 233106 અને સૌથી ઓછા મતદાર વોર્ડ-1માં 18825 નોંધાયેલા છે.

મનપા ચૂંટણી માટે કુલ 162 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં સૌથી વધુ 20 ફોર્મ વોર્ડ-1 (રાંધેજા, સે-25, 26)માં ભરાયા છે. આ વિસ્તારમાં ત્રણ મુખ્ય પક્ષના 12 ઉમેદવારો ઉપરાંત 8 અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. આ વોર્ડમાં હાર-જીતનો મદાર અપક્ષ ઉમેદવારો પર હોવાનું મનાય છે.

બીજી તરફ કોર્પોરેશનની ચૂંટણીની સાથે તાલુકા પંચાયતની મોટી આદરજ માટે પણ આજે મતદાન પ્રક્રિયા છે. આ ચુંટણીમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે. જેમાં સાડા આઠ હજાર મતદારો બે ઉમેદવારોનાં ભાવિ નક્કી કરશે. ગાંધીનગર તાલુકા પંચાયતની આદરજ મોટી બેઠકના સદસ્ય જિલ્લા પંચાયતમાં ચુંટાઇ આવતાં આ બેઠક ખાલી પડી હતી. જેની પણ પેટાચુંટણી સાથે સાથે યોજાઇ રહી છે. આ આદરજ મોટી બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા છે. જ્યારે માણસા નગરપાલિકા વોર્ડ નં.4ની પેટાચુંટણી પણ યોજાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...