પેટાચૂંટણીનું આયોજન:ગાંધીનગર મનપા, નગરપાલિકા, પંચાયતોની 3 ઓક્ટોબરે ચૂંટણી; જિલ્લા-તાલુકાની 55 બેઠકની ચૂંટણી, 5મીએ પરિણામ

ગાંધીનગર5 મહિનો પહેલા
ફાઇલ તસવીર

કોરોના સંક્રમણના કારણે અટકાવી દેવાયેલી ગાંધીનગર મનપાની ચૂંટણી હવે 3 ઓક્ટોબરે યોજાશે. આ સાથે ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ભાણવડ નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીઓની સાથે અમદાવાદ મહાનગરપાલિકાની ખાલી પડેલી 2 અને જૂનાગઢ મહાપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

આ ઉપરાંત વિવિધ નગરપાલિકાની 45 બેઠકો, 7 જિલ્લા પંચાયતની ખાલી પડેલી 8 બેઠકો અને તાલુકા પંચાયતની 47 બેઠકોની ચૂંટણી પણ એક જ દિવસે યોજાશે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 13 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન ઉમેદવારીપત્રો ભરાશે. 20મીએ ચકાસણી, 21મીએ ફોર્મ પરત ખેંચી શકાશે. 3 ઓક્ટોબરે સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે જ્યારે 5 ઓક્ટોબરે મતગણતરી થશે.

કોરોના ગાઇડલાઇન મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે જ્યારે ચૂંટણી પ્રચારમાં પણ કોરોના ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં મૃત્યુ પામેલા બે ઉમેદવારોના સ્થાને તે પક્ષને અન્ય ઉમેદવારોના નામાંકનની તક અપાશે બાકીના ઉમેદવારો યથાવત રહેશે. ચૂંટણી જાહેર થઇ છે તે વિસ્તારોમાં આચારસંહિતા અમલી બની ગઇ છે.