તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેર સામે તૈયારી:ગાંધીનગર મેડિકલ કોલેજમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા ટેક્નિકલ ટ્રેનીંગનું આયોજન

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બે દિવસીય ટ્રેનીંગમાં ર્ડાકટર, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ અને અન્ય સંબંધિત કર્મયોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો

સંભવિત કોવિડ- 19ની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે ટેક્નિકલ ટ્રેનીંગનું આયોજન ગાંધીનગર મેડિકલ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય ટ્રેનીંગમાં ર્ડાકટર, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ અને અન્ય સંબંધિત કર્મયોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રેનીંગનો આરંભ આજરોજ પ્રાધ્યાપક અને મેડિસીન વિભાગ, અમદાવાદના વડા ર્ડા. કમલેશ ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યો હતો.

લીવ વીથ કોરોના વાયરસ તેવું કહી પ્રાધ્યાપક અને મેડિસીન વિભાગ, અમદાવાદના વડા તેમજ ખાસ ફરજ પરના અધિકારી ર્ડા. કમલેશ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, જેનો આરંભ થયો છે, તેનો અંત હોય જ છે. કોરોના નામનો વાયરસ આજે આપણી વચ્ચે છે, પણ તેનો અંત નક્કી જ છે. આ વાયરસથી બચવા માટે કોરોનાની વેક્સિનેશન કાર્યક્રમ માટે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. વેક્સિનેશન વધશે, તો સંભવિત ત્રીજી લહેરને સરળતાથી આપણે નાથી શકીશું. તેમજ સર્વે ઉપસ્થિત ર્ડાકટરો, નર્સો, પેરામેડીકલ સ્ટાફ અને અન્ય કર્મયોગીઓને ઉત્સાહ સાથે કામ કરવા જણાવ્યું હતું.

એસ.આઇ.એચ.એફ.ડબલ્યુ.ના નાયબ નિયામક મનિષ ફ્રેન્સીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં સંભવિત કોવિડ- 19 ત્રીજી લહેરને લઇ સુચારું આયોજન માટે આ ટ્રેનીંગ આગામી માસ એટલે કે જુલાઇ- 2021 દરમ્યાન રાજયના વિવિધ વિસ્તારમાં આયોજન કરવામાં આવશે. ટ્રેનીંગ થકી આપણે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં આપણી કક્ષાએથી શું ખામી રહી ગઇ છે, તેનું મનોમથંન કરી શકીશું. તેમજ સંભવિત કોરોનાની ત્રીજી લહેરના કહેરમાંથી કેમ સરળતાથી બચી શકીએ તેનું આયોજન પણ કરી શકીશું.

જી.એમ.ઇ.આર.એસ., ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન ર્ડા. શોભના ગૃપ્તાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લેહર આવવાની સંભાવના છે. ધાતક રીતે આવેલ બીજી કોરોનાની લહેરે આપણેને ધણું બંધુ શીખવી દીધું છે. તેમ છતાં તે દરમ્યાન આપણી નબળાઇ બનેલી વાતો સંભવિત ત્રીજી લહેરમાં આપણા કાર્યમાં ઉર્જા આપતી બને તે માટે આ પ્રકારની ટ્રેનીંગ ખૂબ જરૂરી છે.

ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, કોવિડ- ૧૯ નું બીજી લહેરમાં આપણે સૌએ ભયાનક સ્વરૂપ નિહાળ્યું છે, તેમ છતાં પોતાની જાનની ચિંતા કર્યા વગર કામ કરનાર સર્વે કોરોના વોરિયર્સને સલામ કરી ઉમેર્યું હતું કે, કોરોના વાયરસને આરંભના તબક્કામાં નાથવો ખૂબ જરૂરી છે. આ માટે સર્વેલન્સ, ટેસ્ટીંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોનની સુચારું આયોજન કરવાની વાત પર ભાર મુક્યો હતો. તેમજ સરકાર દ્વારા મોટા ભાગના પી.એચ.સી. અને સી.એચ.સી સેન્ટરો ખાતે ઓક્સિજનની સુવિધા ઉભી કરી છે. કોરોનાની બીજી લહેરમાં કરેલી કામગીરીને યાદ કરી હતી.

આ ટ્રેનીંગના આરંભ સમારંભમાં ગાંધીનગર સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ર્ડા. નિયતીબેન લાખાણી, ર્ડા. કલ્પેશ પરીખ, ર્ડા. કલ્પેશ જશપરા, ર્ડા. બિમલ મોદી સહિત અન્ય ર્ડાકટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...