મેયરની અનોખી ઉજવણી:પાટનગરનાં 'સ્વચ્છતાના સૈનિક' એવા સફાઈ કામદારો સાથે ગાંધીનગર મેયરે દિવાળીની ઉજવણી કરી શુભેચ્છા પાઠવી

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેયરને બે હાથ જોડીને પોતાની નજર સમક્ષ ઉભેલા જોઈને સફાઈ કામદારોએ તેમની આગવી પહેલને બિરદાવી

રાજ્યના પાટનગરનાં 'સ્વચ્છતાના સૈનિક' એવા સફાઈ કામદારોને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ દિપાવલીની અનોખી ઉજવણી કરીને મીઠાઈ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે મેયરને બે હાથ જોડીને પોતાની નજર સમક્ષ ઉભેલા જોઈને સફાઈ કામદારોએ પણ તેમની આગવી પહેલને બિરદાવી હતી.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં રાત દિવસ સફાઈ કરી શહેરને સ્વચ્છ રાખી સ્માર્ટ સીટીની હરણ ફાળમાં મહત્વનો ભાગ ભજવતાં સફાઈ કામદારો સાથે ગાંધીનગર મેયર હિતેશ મકવાણા દ્વારા મીઠાઈ વહેંચી બે હાથ જોડીને શુભેચ્છાઓ પાઠવી દિવાળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મેયરની વિનમ્રતા જોઈ સફાઈ કામદારો પણ ગદગદીત થઈ ગયા હતા.

આમ તો રાજકારણમાં ઉચ્ચ હોદ્દો હાંસલ થયા પછી પાછળ વળીને જોવાની ફીતરત બહુ ઓછા લોકોમાં જોવા મળતી હોય છે. જેમાંના એક ગાંધીનગર મેયર હિતેશ મકવાણાનો સમાવેશ થાય છે. ભાજપ તરફે સ્પષ્ટ બહુમતી સાથે મેયરની ગાદી પર બેઠેલા હિતેશ મકવાણાએ દિવાળી પર્વની ઉજવણી શહેરની સફાઈ કરતાં કામદારો સાથે કરવાં માટે આગોતરું આયોજન કરી રાખવામાં આવ્યું હતું.

જે અન્વયે દિવાળી નિમિત્તે તેમણે અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળીને સફાઈ કામદારો સાથે મુલાકાત કરી હતી. અત્યારે સફાઈ કામદારોની વિવિધ માંગણીઓ પડતર પડેલી છે. જેનાં કારણે સફાઈ કર્મચારીઓમાં કોર્પોરેશન તંત્ર સામે વ્યાપક આક્રોશ ફેલાયેલો છે. કેમકે ભૂતકાળમાં પડતર પ્રશ્નોને લઈને કામદારો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. તે વખતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ચાણક્યની ભૂમિકા ભજવી કામદારોની માંગણીઓ સત્વરે ઉકેલી દેવાની હૈયા ધારણા આપી આંદોલન ને સમેટી લેવડાવવા આવ્યું હતું.

આ વાતને પણ મહિનાઓ વીતી ગયાં હોવા છતાં કામદારોની માંગણીઓ પડતર પડી રહી છે. આ બધાની વચ્ચે મેયર દ્વારા સફાઈ કામદારો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમની સાથે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેન પણ સહભાગી થયાં હતાં.

સફાઈ કામદારો સામે મેયરે બે હાથ જોડીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ મીઠાઈનું પણ વિતરણ કરી તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી. ત્યારે વોર્ડના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ મેયરને પોતાની સમક્ષ બે હાથ જોડીને ઉભેલા જોઈને સફાઈ કામદારોએ પણ તેમની વિનમ્રતાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...