તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર મેયર રીટાબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર ડો. રતન કુંવર ચારણ ગઢવી દ્વારા પ્રજાના પૈસાનો બેફામ દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ કરી ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર પિન્કીબેન પટેલે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ થતા મેયર અને કમિશ્નરે પોતાનાં પક્ષે સ્વખર્ચે વકીલનો ખર્ચ ઉઠાવવા સહિત, મેયર દ્વારા સેકટર 11માં વિકાસ પરવાનગી વિનાનાં બાંધવામાં આવેલા સ્કાય લાઈન બિલ્ડીંગને પણ સીલ કરવા માટે ઠરાવ કરી સ્થાયી ચેરમેનને પત્ર લખી પિંકીબેન પટેલે રજૂઆત કરી હતી.
મેયર અને કમિશ્નર વિરુદ્ધ હાઈકોર્ટમાં PIL દાખલ
ગાંધીનગર મહાનગરપાલિકામાં વોર્ડ નં.6ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પીન્કીબેન પટેલે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં વિવિધ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને માહિતી માંગી હતી. પરંતુ હજૂ સુધી એકપણ પત્રનો જવાબ કમિશ્નર દ્વારા તેમને આપવામાં આવ્યો નથી. જેના પરિણામે તેમણે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને સામાન્ય સભાનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમણે કહયું હતું કે, જી.પી.એમ,સી એકટની જોગવાઈ મુજબ પ્રતિનિધિ તરીકે પુછવામાં આવેલા કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા કમિશ્નર બંધાયેલા છે. પરંતુ તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, કમિશ્નરના સરમુખ્યત્યારશાહી ભરેલા વર્તન અને ભ્રષ્ટાચાર કરવાના મનસુબાના કારણે પત્રોના જવાબ આપવામાં આવતા નથી. આખરે પિંકીબેન પટેલે ગાંધીનગર મેયર અને કમિશ્નર વિરુદ્ધ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી દીધી હતી.
પ્રજાના પૈસાનો બેફામ દુરુપયોગ કરાયો હોવાના આરોપો
કોંગ્રેસનાં પિંકીબેન પટેલ દ્વારા સ્થાયી સમિતિ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાને પણ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, મેયર રીટા પટેલ અને મ્યુનિસિપલ કમિશ્નર ડો. રતનકુંવર ચારણ ગઢવી પ્રજાના પૈસાનો બેફામ દુરુપયોગ કરી રહ્યા છે. જેનાં વિરુદ્ધમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટમાં કેસ લડવાનો જે ખર્ચ આવશે તે પોતે ભોગવવાનાં છે. જેથી મેયર અને કમિશ્નરે પણ હાઈકોર્ટમાં કેસ લડવા માટે પોતાની તરફેણમાં રોકવામાં આવતા વકીલનો ખર્ચ પણ જાતે ભોગવે તે માટે ઠરાવ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તદુપરાંત વધુમાં તેમણે મેયરનાં વિકાસ પરવાનગી વિનાનાં ગેરકાયદેસર સ્કાયલાઈન બિલ્ડીંગને જીપીએમસી એકટની કલમ 204 મુજબ સીલ કરી દેવા માટે પણ ઠરાવ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.