જાહેરાત:ગાંધીનગર મનપાની જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-2ની ભરતી રદ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી જગ્યાઓ સાથે નવી જાહેરાત બહાર પાડવામાં આવશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-2ની ભરતી રદ્દ કરાઈ છે. જુનિયર ટાઉન પ્લાનરની ભરતીની જાહેરાત 28 ઓગસ્ટ 2021ના રોજ પ્રસિદ્ધ થઈ હતી. જુનિયર ટાઉન પ્લાનર માટે 9 જાન્યુઆરીના રોજ પરીક્ષા યોજાવાની હતી, જોકે ભરતી નિયમોમાં તથા જગ્યાઓની સંખ્યામાં ફેરફાર થવાના હોવાથી પ્રાથમિક કસોટીઓ હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 21 ડિસેમ્બર 2021ની નોટિસથી પ્રાથમિક કસોટી મોકૂફ રાકવાની જાહેરાત કરી હતી. કોર્પોરેશનનો વિસ્તાર વધતાં જરૂરિયાત પ્રમાણે જગ્યાઓ વધારાય છે. જેમાં અગાઉની જાહેરાત પ્રમાણે જેટીપીની એક જગ્યા માટે જાહેરાત હતી

અન્ય સમાચારો પણ છે...