તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચાતા 163 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી સંદર્ભે કુલ 233 ફોર્મ ભરાયા હતા
 • ફોર્મની ચકાસણી કરતા 63 ફોર્મ રદ કરી દેવામાં આવ્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી સંદર્ભે કુલ 233 ફોર્મ ભરાયા હતા. જેમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિને બે ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચી લીધા હતા. આમ હવે મનપાની ચૂંટણીમાં એક થી અગ્યાર વોર્ડમાં 44 બેઠકો માટે 163 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલાશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાં ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. તેથી 11માં 44 બેઠકોમાં 233 ફોર્મ ભરાયા હતા. જેમાં ચૂંટણી અધિકારીએ તમામ ફોર્મની ચકાસણી કરતા 63 ફોર્મ રદ કરી દેવામાં આવ્યા હતા. જેથી 171 ઉમેદવારો રહ્યા હતા. તેમજ આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. તે પહેલા જ ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ સહીતના ઉમેદવારોને બેસાડી દેવા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રાજકીય દાવપેચ કરી સોગટા ગોઠવવામાં આવ્યા હતા.

જેમાં આજે આઠ ઉમેદવારોએ પોતાનાં ફોર્મ પરત ખેંચી લેતા 163 જેટલા ઉમેદવારો હવે મેદાને રહ્યાં છે. હવે ચૂંટણી તંત્ર દ્વારા બાકી રહેલા ઉમેદવારોમાં અપક્ષ ઉમેદવારોને પ્રતીક ફાળવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણીમાં હવે 163 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો