તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ગાંધીનગર મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં છાજિયાં લઈ સરકારનો વિરોધ કરાયો

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાળ મોંઘી હાય હાય.. તેલ મોંઘુ હાય હાય.. પેટ્રોલ મોંઘુ હાય હાય... ના છાજિયાં થી વાતાવરણ ગુંજી ઉઠયું

જીવન જરૂરિયાત ની ચીજોના ભાવો આસમાને આંબી જતા આજે ગાંધીનગર મહિલા કોંગ્રેસ ધ્વારા સેકટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે બેનરો સાથે દાળ મોંઘી હાય હાય.. તેલ મોંઘુ હાય હાય.. પેટ્રોલ મોંઘુ હાય હાય...વિગેરે મુદ્દા લઈને છાજિયાં લઈ ભાજપા સરકારનો વિરોધ કરવામાં આવતાં પોલીસે મહિલા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.

કેન્દ્રની ભાજપા સરકાર ધ્વારા જીવન જરૂરિયાત ની ચીજોના ભાવો પર અંકુશ રાખવામાં ન આવતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. પેટ્રોલ ડિઝલ, રાંધણ ગેસ, દૂધ, કઠોળ સહિતની મોટાભાગની વસ્તુઓ ના ભાવ નિરઅંકુશ થઈ જતાં ગરીબ વર્ગનાં લોકોને બે ટંકના રોટલા ભેગા થવું ફાફાં પડી ગયું છે.

તેમ છતાં સરકાર ધ્વારા અસહ્ય ભાવ વધારાને અંકુશ મેળવવામાં કોઈ પ્રયાસો હાથ ધરવામાં નહી આવતા સતત જીવન જરૂરિયાત ની ચીજો નાં ભાવો આસમાને જઈ રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કોંગ્રેસ ની મહિલા પાંખ ધ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે સરકારનો અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

મહિલા કોંગ્રેસની મહિલાઓ આજે મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવા આવવાની હોવાથી પહેલાથી જ સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મહિલા કોંગ્રેસ દ્વારા તેલનો ખાલી ડબ્બો, દાળ ની ખાલી થેલી તેમજ ગેસના બાટલા ના બેનરો સાથે ઉગ્ર સૂત્રોચારો કરી સરકાર વિરોધી છાજિયાં લેવામાં આવ્યા હતા. જેનાં કારણે અત્રે સરકાર નાં છાજિયાં લેતી મહિલા કાર્યકરો ના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આશરે 40 થી 45 મહિલા કાર્યકરોએ એકસાથે સૂત્રોચારો કરી સરકાર નાં છાજિયાં લેવામાં આવતા પોલીસ દ્વારા 15 થી 20 મહિલા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે મહિલા કોંગ્રેસ નાં અનોખા વિરોધ ને જોઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી એ પણ શીખ લેવાની જરૂરિયાત લાગી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...