ઉજવણી:નીરજ ચોપડાની ઐતિહાસીક જીત બદલ ગાંધીનગરના વકીલોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરી

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટના વકીલોએ કોર્ટમાં આવનાર અસીલોને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠુ કરાવ્યું

ટોકિયો ઓલિમ્પિકમાં સર્વોત્તમ પ્રદર્શન કરીને નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કરતા આજે ગાંધીનગર કોર્ટના વકીલો દ્વારા ફટાકડા ફોડી મીંઢાઈ વહેંચીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભારતના જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ ઓલિમ્પિક એથ્લેટિક્સમાં પ્રથમ વખત દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વિજય સાથે લશ્કરના આ સુબેદારે બ્રિટિશ શાસકોના એક પ્રકરણને સમાપ્ત કરી દીધું છે.

ભારતના જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ ઓલિમ્પિક એથ્લેટિક્સમાં પ્રથમ વખત દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વિજય સાથે લશ્કરના આ સુબેદારે બ્રિટિશ શાસકોના એક પ્રકરણને સમાપ્ત કરી દીધું છે. ભારતમાં બ્રિટીશ શાસન હતું, ત્યારે બ્રિટિશ ભારત તરફથી નોર્મન પ્રિટચાર્ડે રમતી વખતે 1900 માં ઓલિમ્પિક એથ્લેટિક્સમાં બે મેડલ જીત્યા હતા.

ત્યારથી એથ્લેટિક્સમાં પ્રથમ મેડલ વિશે જ્યારે પણ ચર્ચા થતી ત્યારે બ્રિટિશ સરકારના આ ખેલાડીનું નામ સામે આવતું હતું.પરંતુ 7 ઓગસ્ટ 2021 ના રોજ 22 વર્ષીય આર્મીમેન નીરજ ચોપરાએ ભાલાના જોરે આ બ્રિટિશ અધ્યાયને કાયમ માટે બંધ કરી દીધો. હવે દેશના લોકો ગૌરવ સાથે ઓલિમ્પિક એથ્લેટિક્સમાં આ ગોલ્ડ મેડાલિસ્ટનું નામ લઈ રહ્યા છે.

દેશભરમાં નીરજ ચોપડાની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર બાર એસોસીએશન દ્વારા પણ આજે ગાંધીનગર કોર્ટ ખાતે નીરજ ચોપડાની જીતની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત બાર કાઉન્સીલના શંકરસિંહ ગોહિલ, ગાંધીનગર બાર એસોસીએશન પ્રમુખ લાલસિંહ ગોહિલ, ધર્મેન્દ્ર રાવલ સહિતના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ભવ્ય જીતની ઉજવણી કરાઈ હતી. તેમજ કોર્ટના વકીલોએ કોર્ટમાં આવનાર અસીલોને મીઠાઈ ખવડાવી મોઢુ મીઠુ પણ કરાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...