તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ એસ્ટેટ:ગાંધીનગરના કુડાસણનો કોમર્શિયલ હેતુ માટેનો પ્લોટ રૂ.143 કરોડમાં વેચાયો, સરગાસણના પ્લોટની હરાજી મોકૂફ રહી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુડાએ 12576 સ્કવેર મીટરના પ્લોટ માટે પ્રતિ સ્કવેર મીટર રૂ.80 હજારની કિંમત મૂકી હતી
  • 121 બોલીમાં બિલ્ડરે 1.14 લાખની કિંમતે પ્લોટ ખરીદ્યો

ગાંધીનગરના કુડાસણમાં કોમર્શિયલ હેતુ માટેનો પ્લોટ 143 કરોડની જંગી કિંમતે વેચાયો છે. ગુડાએ કુડાસણના આ પ્લોટ માટે પ્રતિ સ્ક્વેર મીટર પ્રતિ રૂ.80 હજારની કિંમત મૂકી હતી. જેની સામે હરાજીમાં 1.14 હજારમાં ભાવ મળ્યો હતો એટલે કે 43 ટકા વધુ ભાવે આ પ્લોટની ઈ-હરાજી થઈ હતી. 3 કલાક ચાલેલી આ હરાજીમાં કુલ 121 બોલી બોલાઈ હતી. ભારે રસાકસીના અંતે વધુ ભાવ ચૂકવી એક બિલ્ડરે કોમર્શિયલ હેતુ માટે આ પ્લોટ ખરીદ્યો હતો. ગુડાના કુલ 300 પ્લોટમાંથી કુડાસણનો 12576 સ્કવેર મીટરના પ્લોટની હરાજી કરાઈ હતી. કુડાસણના પ્લોટ માટે કુલ 8 વ્યક્તિઓએ હરાજીમાં ભાગ લીધો હતો.

ગુડાના વહીવટી અધિકારી કુસુમબેને જણાવ્યું હતું કે, પ્લોટ માટેની છેલ્લી બોલીમાં પ્રતિ સ્કેવર મીટર રૂ.1.14 લાખનો ભાવ મળ્યો હતો. આ ભાવ મળ્યા બાદ હરાજી બંધ થઈ હતી. આટલો ઊંચો ભાવ મળતાં જે અપેક્ષા રાખી હતી તેના કરતા 43 ટકા રકમ વધુ મળી છે. પહેલી વખત આટલી ઊંચી કિંમતે પ્લોટ વેચાયો છે.

સરગાસણના પ્લોટની હરાજી મોકૂફ રહી
ગુડાના બે પ્લોટની હરાજીમાં સરગાસણના 7186 સ્કવેર મીટર પ્લોટની ઇ-હરાજી માટે માત્ર બે જ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. ઇ-હરાજીમાં બે વ્યક્તિઓમાંથી એકપણ બોલી નહી બોલતા ગુડાએ ઇ-હરાજી કેન્સલ રાખી હોવાનું ગુડાના વહિવટી અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો