તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar Health System Ready To Face Possible Third Wave Of Corona, Special Vigilance Will Be Maintained Keeping In View The Safety Of Children

આયોજન:કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ગાંધીનગર આરોગ્ય તંત્ર તૈયાર, બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી ખાસ તકેદારી રખાશે

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજનની અછત ના સર્જાય તે માટે જરુરી પ્લાન્ટ કાર્યરત કરી દેવાયા

વૈશ્વિક કોરોનાની મહામારીની આવનારી સંભવિત ત્રીજી લહેર સામેના જંગમાં આ વખતે કોઈ કચાશ ન રહી જાય તે માટે ગાંધીનગર આરોગ્ય તંત્ર દ્વારા લગભગ તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનો દાવો કરાયો છે. ત્યારે આવનાર ત્રીજી લહેરથી બાળકોને સુરક્ષિત કરવા માટે સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં પણ અલાયદી સુવિધા ઉભી કરવા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.

કોરોનાની પ્રથમ લહેર પછી આવેલી બીજી લહેરમાં ગાંધીનગરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. કોરોના દર્દીઓનાં કેસોમાં એકદમ જ ઉછાળો આવતાં ખાટલા, બાટલા અને છેલ્લે લાકડા પણ ખૂટી પડ્યા હતા. ઓક્સિજનની અછત સર્જાતા તાત્કાલિક કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે આવનારી સંભવિત ત્રીજી લહેરમાં લોકોને સુરક્ષિત રાખવા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં કોરોના સામેની લડાઈ માટે રાજય - કેન્દ્ર સરકાર ધ્વારા રૂ. 32. 07 કરોડ જેટલી ગ્રાન્ટ કોવિડ ની સાધન સામગ્રી, PSA પ્લાન્ટ, દવાઓ - જમવાનો ખર્ચ, રસીકરણ તેમજ કોરોનાના પ્રચાર માટે ફાળવવામાં આવી છે. જિલ્લામાં સરકારી અને ખાનગી મળીને કુલ ૫૯ હોસ્પિટલોને પોઇન્ટ હોસ્પિટલ તરીકે ડેઝીગ્નેટેડ કરાઈ હતી.

જિલ્લામાં કુલ 3462 બેડ, 250 જેટલા વેન્ટિલેટર બેડ, 1105 જેટલા ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં 500 એલપીએમ કેપેસિટી ધરાવતો 60 લાખના ખર્ચે PSA પ્લાન્ટ તેમજ 900 એલપીએમ કેપેસિટી ધરાવતો પ્લાન્ટ દોઢ કરોડના ખર્ચે PM કેર ફંડમાંથી કાર્યરત કરી દેવાયો છે.

તેમજ માણસા એસડીએચ ખાતે 330 LPM કેપેસિટી નો પ્લાન્ટ કાર્યરત છે તેમજ 500 LPM કેપેસિટી વાળા ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે. અને NMIAS આયુર્વેદિક કોલેજ કોલવડા ખાતે 350 LPM વાળો પ્લાન્ટ પણ કાર્યરત છે. અહીં 100 બેડ સેન્ટ્રલી ઓક્સિજનની વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવ્યા છે.

તે સિવાય મહાત્મા મંદિરે 900 જેટલા સેન્ટ્રલ ઓક્સિજન સાથે ના બેડ તેમજ 225 વેન્ટિલેટર બેડ તૈયાર કરી દેવાયા છે. કલોલ PSM હોસ્પિટલ માં 853 LPM વાળો પ્લાન્ટ પણ કાર્યરત છે. ઉપરાંત મોટી ભોંયણ સ્વર્ણિમ યૂનિવર્સિટી ખાતે 333 LPM કેપેસિટી વાળો ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે.

ત્યારે અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુ વયનાં 8 લાખ 55 હજાર 795 લાભાર્થીમાંથી 6 લાખ 45 હજાર 829 એટલેકે 75.47 % રસીકરણ કરી દેવામાં આવ્યું છે. તેમજ phc chc અને sdh સેન્ટરો પર ૭૫ જેટલા ઓક્સિજન concentrator પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે.

આ અંગે RHO ડૉ. હરેશ નાયકે જણાવ્યું હતું કે, કોરોનાની આવનારી સંભવીત ત્રીજી લહેર સામે તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઈકાલે જ તેના માટે ની મિટિંગ યોજાઈ હતી. જેમાં બાળકો માટે પણ અલગથી ખાસ બેડ ની સુવિધા કરવા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલને કહેવામાં આવ્યું છે. હજી 1500 જેટલા બેડ પણ સુવિધા ઉભી કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

ત્યારે કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 20 ધન્વંતરી રથ, 21 સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે તેમજ 25 હોસ્પિટલોમાં બે હજાર થી વધુ ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યો છે જેના થકી કોરોના દર્દીઓ ની માહિતી તેમજ ફોલોઅપ લેવામાં આવશે.

કોરોના ની આવનારી સંભવિત ત્રીજી લહેર બાળકોને અસર કરવાની હોવાની અટકળો વચ્ચે સિવિલ હોસ્પિટલમાં પણ પીડીયાટ્રીક વોર્ડમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરાઇ છે તેમજ 3 પીડીયાટ્રીક હોસ્પિટલ એમ મળીને 100 બેડ તૈયાર કરાયા છે. તેમજ PHC સેન્ટર ખાતે ઓક્સિજન કોન્ટ્રાક્ટરની સુવિધા સાથે 30 જેટલા બેડ ઉભા કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં આરોગ્ય સેન્ટરની સંખ્યા વધારવા માટેની કવાયત ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...