સિઝનની સૌથી વધુ ગરમી:ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન સાથે સિઝનની સૌથી વધુ ગરમી, આગામી દિવસોમાં પણ આકરી ગરમી પડવાની આગાહી

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરમીમાં શેકાવાને બદલે લોકોએ ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કર્યું

ગાંધીનગરમાં આજે 46 ડિગ્રી તાપમાન નોંધાતા સિઝનની સૌથી વધુ ગરમી પડી છે. આકાશમાંથી આગના અગન ગોળા વરસતા હોય એ પ્રકારે આકરી ગરમી પડતાં નગરજનો પણ તોબા પોકારી ઉઠાય છે. ત્યારે આગામી દિવસોમાં પણ આકરી ગરમી પડવાની હવામાન વિભાગ ધ્વારા આગાહી પણ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે ગયો જ નથી. બુધવારે અમદાવાદ અને ગાંધીનગરમાં સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં આજે 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ ધ્વારા પણ ગુજરાતમાં 48 કલાક હિટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત અઠવાડિયા પહેલાથી જ થઇ હતી. ત્યારબાદ ભેજનું પ્રમાણ વધતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જો કે ફરી હવે તાપમાન વધવા લાગ્યું છે અને આકરો ઉનાળો સહન કરવાનો વખત આવ્યો છે. ગાંધીનગરમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે અનેક રસ્તાઓ સૂમસામ પડી ગયા છે. બપોરના સમયે દુકાનો પણ લોકો બંધ કરવા લાગ્યા છે.

ગાંધીનગરમાં ગરમીનો પારો સળસળાટ ઊચે પહોંચી જતાં લોકોના કામધંધા ઉપર પણ અસર પડી રહી છે. ગરમીના પારામાં થઇ રહેલાં વધારાના પગલે મુંગા પશુ-પક્ષીઓની હાલત કફોડી બની જવા પામી છે. તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગોની આસપાસ વસવાટ કરતાં શ્રમજીવીઓ પણ વધી રહેલી ગરમીમાં હેરાન પરેશાન થઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા છે.જે માર્ગો પર વાહનોની કતારો જોવા મળતી હતી ત્યાં એકલદોકલ વાહનો નજરે પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...