ફાયર વિભાગની સરાહનીય કામગીરી:ગાંધીનગર ફાયર બ્રિગેડે વર્ષ દરમિયાન 1813 બંદોબસ્ત કર્યા, 292 બચાવ કોલની કામગીરી કરીને 281 આગના બનાવો પર કાબુ મેળવ્યો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા વર્ષ - 2022 દરમ્યાન 1813 બંદોબસ્ત ઉપરાંત 292 બચાવ કોલ એટેન્ડ કરી અને 281 આગના બનાવો ઉપર કાબુ મેળવીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ ધ્વારા વર્ષ દરમ્યાન શહેરમાં સૌથી વધુ 1348 બંદોબસ્ત કરવામાં આવ્યા છે. જ્યારે 32 મોકડ્રિલ અને 155 ફાયર ટ્રેનિંગના કાર્યકમો પણ કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા વર્ષ - 2022 દરમ્યાન બંદોબસ્તથી માંડીને બચાવ કોલ તેમજ આગના બનાવો પર ઉપરાંત જન જાગૃતિ માટે મોકડ્રિલ સહિત ફાયર ટ્રેનિંગનાં પણ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરનાં વડપણ હેઠળ ફાયર બ્રિગેડ ધ્વારા વર્ષ દરમ્યાન શહેરમાં 1348, જિલ્લામાં 238 અને હેલીપેડ ખાતે 203 તેમજ વિધાનસભામાં 24 એમ મળીને કુલ 1813 બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. એમાંય વર્ષ દરમ્યાન શરૂ થયેલા આંદોલનોના પગલે આ વખતે ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. શહેરમાં બંદોબસ્ત કામગીરીની વાત કરીએ તો સૌથી વધુ બંદોબસ્ત ઓક્ટોબર મહિનામાં 210 કરવામાં આવ્યા હતા.

એજ રીતે ફાયર બ્રિગેડ ધ્વારા વર્ષ દરમિયાન બચાવ કોલની પણ કામગીરી કરાઈ હતી. જેમાં શહેરમાં 240,જિલ્લામાં 52 એમ કુલ 292 બચાવ કોલ મળતાં તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ ધ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં કેનાલમાંથી મૃતદેહો કાઢવા સહિત પશુઓને પણ જીવના જોખમે બચાવની કામગીરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવી હતી.

બીજી તરફ ગાંધીનગર ફાયર બ્રિગેડ ધ્વારા વર્ષ - 2022 દરમ્યાન આગના બનાવોની ઘટનાઓમાં પણ ઉત્કૃષ્ટ ફરજ બજાવવામાં આવી છે. ગત વર્ષે ગાંધીનગર શહેરમાં ફાયર કોલ 187, જિલ્લામાં 38, તેમજ 32 મોકડ્રિલ અને જન જાગૃતિ અર્થે 155 ફાયર ટ્રેનિંગના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. આગના બનાવોનાં આંકડા ઉપર નજર કરીએ તો માર્ચ 2022 માં સૌથી વધુ 40 ફાયર કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા

અન્ય સમાચારો પણ છે...