તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુસ્તક વિમોચન:ગાંધીનગરમાં કપચી, સિમેન્ટ વચ્ચે ઇજનેરની કલા ખીલી, કામની વ્યસ્તતા વચ્ચે સ્વંના સર્જકને જીવંત રાખી પુસ્તક લખ્યુ

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ‘મેથી મારવાની કળા’ અને ‘સ્મિત અને સ્પંદન’નામના બે પુસ્તકનું વિમોચન શિક્ષણ મંત્રીના હસ્તે કરાયું
 • મોબાઇલ રિચાર્જ કરવાનું આજના સમયમાં ભુલાતું નથી. પણ મનને રિચાર્જ કરવા માટે વાંચન કરવાનું ભૂલી જઇએ છીએ

રાજય સરકારમાં ઇજનેર તરીકે ફરજ બજાવતા અને ગાંધીનગરના યુવા લેખક નિપુણ ચોકસીના વ્યંગ, કટાક્ષ અને હાસ્ય લેખોના રસથાળ રૂપ ‘મેથી મારવાની કળા’ અને હાસ્ય રચનાઓ અને અન્ય કવિતાઓથી ભરપૂર ‘સ્મિત અને સ્પંદન’નામના બે પુસ્તકનું વિમોચન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.

સ્મિત અને સ્પંદન’નામના બે પુસ્તકનું વિમોચન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું
સ્મિત અને સ્પંદન’નામના બે પુસ્તકનું વિમોચન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું

કવિતા લખવી છે, તો ન લખી શકાય પણ જે વ્યક્તિમાં પ્રેમ, સંવેદના, લાગણી અને ઉમંગો હોય તેવો વ્યક્તિ જ ઉત્તમ સર્જક બની કવિતાનું સર્જન કરી શકે છે, તેવું કહી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકારમાં ઇજનેર કાર્યને ન્યાય આપતા નિપુણ ચોકસીએ સતત પોતાના કપચી, સિમેન્ટ, સ્ટીલ અને નકશાઓ વચ્ચે રહી પોતાનામાં રહેલ સર્જકને જીવંત રાખ્યો છે. તેનું ઉત્તમ દષ્ટાંત આ બન્ને પુસ્તકો છે. આ ઉત્તમ સર્જન કરવા બદલે તેમણે તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

હાસ્ય રસ – કાવ્યરસને વાયરસની સામે વેક્સિનની જેમ ઉભા રાખવા પડશે, તેવું કહી જાણીતા ચિંતક, વિચારક, કવિ અને વક્તા ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, હાસ્ય લેખક થવા માટે નીડરતા, નિર્દોષતા અને બે પત્ની હોવી જરૂરી છે ( કાલ્પનિક પત્ની ). સાહિત્યમાં ગજબની તાકાત છે. તે માણસના વિચાર અને આચરણમાં ફરક લાવી દે છે. સાહિત્ય વાંચતા વાંચતા તમારા માનસપટમાં ચિત્ર ઉભું થતું જાય છે. જે વાત જ સાહિત્ય વાંચન માટે તમારો રસ જાગૃત કરે છે. કવિતા હમેંશા મેસેજ આપતી હોય છે. પરંતુ સોશિયલ મીડિયામાં આજકાલ આવતી કવિતાઓ પર તેમણે તેમની ચિંતા વ્યક્ત કરી હતી.

કાવ્યરસને વાયરસની સામે વેક્સિનની જેમ ઉભા રાખવા પડશે
કાવ્યરસને વાયરસની સામે વેક્સિનની જેમ ઉભા રાખવા પડશે

મોબાઇલ રિચાર્જ કરવાનું આજના સમયમાં ભુલાતું નથી. પણ મનને રિચાર્જ કરવા માટે વાંચન કરવાનું ભૂલી જઇએ છીએ. તેવું કહી ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદીએ હાસ્યસર્જન માટે સર્જક પાસે સંવેદનશીલતા, સર્જક્તા, નિરીક્ષ્ણ, જીવનનો ધટ્ટ અનુભવ અને ઇશ્વરીય બક્ષિસ હોવી જોઇએ. તેવું મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું હાસ્ય અને સરપ્રદ વાતો સાથે તેમણે સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતે જાણીતા લેખક અને સાહિત્યકાર કિશોર જિકાદરાએ આભારવિધી કરી હતી. આ પ્રસંગે ગાંધીનગરના જાણીતા સાહિત્યકાર, કવિઓ, લેખકો અને સાહિત્ય રસિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો