તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધા:ઓગસ્ટમાં ગાંધીનગર જિલ્લાની રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-2021 સ્પર્ધા યોજાશે

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકાર નાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હસ્તક નાં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધાનું આયોજન સમ્રગ દેશમાં થાય છે. સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથીજ વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય અને તેમાનામાં વૈજ્ઞાનિક સંશોધન વૃત્તિ વિકસે તેવા વિચારોનો ઉદ્દભવ થાય તે છે. ગુજરાતમાં આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.

ગાંધીનગર જીલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધાનું આયોજન ઓગષ્ટ માસમાં કરાશે. 2021-22 માટેનો મુખ્ય વિષય નિરંતર જીવનનિર્વાહ માટે વિજ્ઞાન રખાયો છે.જેના પેટા વિષય આ પ્રમાણે છે ટકાઉ જીવન જીવવા માટે ઇકોસિસ્ટમ, ટકાઉ જીવન માટે યોગ્ય તકનીકી , ટકાઉ જીવન માટે સામાજિક નવીનતા , ટકાઉ જીવનનિર્વાહ માટે આલેખન,વિકાસ,નમૂના અને આયોજન અને ટકાઉ જીવનનિર્વાહ માટે પરંપરાગત જ્ઞાન પ્રણાલી અપનાવવીના રહેશે.

સ્પર્ધામાં 10 થી 17 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્થાનિક સમસ્યાને ધ્યાનમાં રાખીને વિષયને અનુરુપ સંશોધન કાર્ય કરવાનું હોય છે. સ્પર્ધાના વિષયો અંગે માહિતી અને માર્ગદર્શન માટે તેમજ સ્પર્ધામાં ભાગ લેવા નિસર્ગ સાયન્સ સેન્ટર,61-1, ઘ-ટાઈપ,સેક્ટર-23નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...