તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછત:ગાંધીનગર જિલ્લામાં સિઝનનો 32 ટકા જ વરસાદ વરસ્યો, હજુ 68 ટકા વરસાદની અછત વચ્ચે ચિંતાનો માહોલ

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદની અછતને પગલે ખેડૂતોમાં ચિંતા
  • સમગ્ર જિલ્લામાં 955 એમ.એલ વરસાદ પડ્યો

ગાંધીનગર જિલ્લામાં હજી પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં અત્યારસુધીમાં સિઝનનો સરેરાશ 32 ટકા જ વરસાદ પડ્યો હોવાથી 68 ટકા વરસાદની અછત વચ્ચે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે વરસાદ ખેંચાતા વાવેતરમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે.

વરસાદનું આગમન થતા પાકને થોડુંક જીવનદાન મળ્યું

ગાંધીનગર જિલ્લામાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો. જોકે, હાલ મેઘરાજાએ પધરામણી કરી છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે હજી પણ પૂરતી માત્રામાં વરસાદ પડતો નથી. તેમછંતા વરસાદનું આગમન થતા પાકને થોડુંક જીવનદાન મળી ગયું છે. ગાંધીનગર જિલ્લામાં 31 ઓગસ્ટ સુધીમાં 32 ટકા જ વરસાદ નોંધાયો છે.

ખેડૂતો પણ સારા વરસાદની આશ લગાવીને બેઠા છે

સમગ્ર જિલ્લામાં 955 એમ.એલ વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસમાં ગાંધીનાગર તાલુકામાં 185 એમ.એલ., દહેગામમાં 168 એમ.એલ. અને કલોલમાં 290 એમ.એલ. વરસાદ પડ્યો છે. જોકે, આગામી એક અઠવાડિયા સુધી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ખેડૂતો પણ સારા વરસાદની આશ લગાવીને બેઠા છે.

ગત વર્ષે અત્યાર સુધીમાં 808 એમએલ વરસાદ નોંધાયો હતો

ગાંધીનગર ખેતીવાડી વિભાગના જણાવ્યાં અનુસાર જિલ્લામાં ઓગસ્ટ માસ સુધીમાં 239 એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે 2020માં ઓગસ્ટમાં અત્યાર સુધી 808 એમએમ વરસાદ નોંધાયો હતો. 2019ની જો વાત કરવામાં આવે તો ઓગસ્ટ માસ સુધીમાં 564 એમ.એમ વરસાદ પડયો હતો. સરેરાશ વરસાદ જોવા જઈએ 765 એમ.એમ પડતો હોય છે. જ્યારે આ વખતે 32 ટકા જ વરસાદ ગાંધીનગર જિલ્લામાં નોંધાયો છે. ખેતીવાડી વિભાગના જણાવ્યાં અનુસાર ખેડૂતોએ દિવેલાના પાકમાં આંતર ખેડ કરવી જોઇએ. આ સિઝનમાં પાકને ખાતર આપવું જોઈએ અને સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ઇયળ સહિતના ઉપદ્રવને અટકાવવા દવાનો છંટકાવ કરવો જરૂરી છે.

માણસામાં 1,16,523 હેક્ટરમાં વાવેતર થયું

માણસા પંથકમાં 318 એમએમ વરસાદ નોંધાયો છે. બે ત્રણ દિવસમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ માણસામાં થયો છે. જેથી તાલુકાના ખેડૂતોએ પણ સારા વરસાદની આશા સાથે વાવણીનું કામકાજમાં શરૂ કરી દીધું હતું. અત્યાર સુધી 1,16,523 હેક્ટરમાં વાવેતર થયું છે. જોકે, સરેરાશ ત્રણ વર્ષનું 1,36,910 હેક્ટરમાં વાવેતર થતું હોય છે.

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં વાવેતર ઓછું

દહેગામમાં 38,683 હેક્ટરમાં જ્યારે સરેરાશ ત્રણ વર્ષમાં 41,394 હેક્ટરમાં વાવેતર થતું હતું. ગાંધીનગરમાં અત્યાર સુધી 30,287 જ્યારે સરેરાશ 3 વર્ષમાં 35,582 હેક્ટરમાં વાવેતર થયું હતું. કલોલમાં 20,375 હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે સરેરાશ 33,174 હેક્ટરમાં વાવાતેર થતું હતું. માણસામાં 26,196 હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે સરેરાશ વાવેતર 26,760 હેક્ટરમાં વાવતેર થતું હતું. આ વખતે પણ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, ધાન્ય, તુવેર,મગફળી, દિવેલા, તમાકુ, શાકભાજી, ઘાસચારો સહિતના પાકોના વાવેતર થયા છે.

અન્ય સમાચારો પણ છે...