વિપક્ષો શાસકપક્ષને ઘેરવાના મૂડમાં:ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાતોફાની બનવા સંભાવના

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયતની સમિતિઓના ચેરમેનોની સત્તા પ્રમુખ હસ્તક કરવાનો ગત સામાન્ય સભામાં ઠરાવ થયો હતો. આથી સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ વચ્ચે વિવાદ થતાં આગામી તારીખ 23મી, સપ્ટેમ્બરની સામાન્ય સભામાં સમિતિઓના ચેરમેનોની સત્તાઓ પરત સોંપવાનો ઠરાવ કરવામાં આવશે. ઉપરાંત દર વખતની જેમ આ સામાન્ય સભામાં પણ શાસકપક્ષને ઘેરવાના મૂડમાં વિપક્ષો છે.

સત્તાની લડાઇ વાતને સાર્થક કરતી બાબત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં જોવા મળી છે. ગત સામાન્ય સભામાં સમિતિઓની તમામ સત્તાઓ જિલ્લા પંચાયતના પ્રમુખ હસ્તક કરવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ સમિતિઓના ચેરમેનોની સત્તાઓ છિનવાઇ જતા વિરોધથવા પામ્યો હતો. જેની અસર સમિતિઓની બેઠકમાં જોવા મળતી હતી. ઉપરાંત સમિતિઓના ચેરમેનોની સત્તાને લઇને જિલ્લા પંચાયત પ્રમુખ અને સમિતિઓના ચેરમેનોની વચ્ચે ચણભણની સ્થિતિ ઉભી થતી હતી. જેની નોંધ જિલ્લાકક્ષાએ લેવામાં આવી હોવાથી વિરોધ કરતા સદસ્યોને શાનમાં સમજાવી દીધા હતા. આથી સમિતિઓના ચેરમેનોના વિરોધને શાંત પાડવા માટે તારીખ 23મી, સપ્ટેમ્બરના રોજ મળનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સમિતિઓની સત્તાઓ પરત કરવાનો એજન્ડાનો સમાવેશ કરાયો છે.

જિલ્લા પંચાયતની છેલ્લી બે સામાન્ય સભામાં વિપક્ષો દ્વારા શાસકપક્ષને ઘેરવાની એકપણ તક જતી કરતા નથી. ત્યારે આગામી સામાન્ય સભામાં શાસકપક્ષને ઘેરવા માટે વિપક્ષો દ્વારા સભાના એજન્ડાના મુદ્દાના આધારે તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લા પંચાયતની 23 સપ્ટેમ્બરે મળનારી સામાન્ય સભામાં રેતી કાંકરીની ગ્રાન્ટમાંથી કયા કયા કામો કરી શકાય તેની ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...