• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar District Has Received 51.99 Per Cent Rainfall Of The Season So Far, The Highest Rainfall Of 66.89 Per Cent Has Been Recorded In Kalol Taluka.

વરસાદી આંકડા:ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 51.99 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધુ કલોલ તાલુકામાં 66.89 ટકા વરસાદ પડ્યો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર વિસ્તારમાં સૌથી ઓછો 39.44 ટકા વરસાદ નોંધાયો
  • જિલ્લામાં વર્ષ 1991થી 2020 સુધીમાં કુલ 765 મી.મી વરસાદ નોંધાયો હતો

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગાંધીનગરનાં દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 51.99 ટકા વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જે પૈકી જિલ્લાના કલોલ તાલુકામાં સૌથી વધુ 66.89 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી ઓછો ગાંધીનગરમાં 39.44 ટકા વરસાદ નોંધાયો છે.

હજુ આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ભાદરવા માસના પ્રારંભથી ચોમાસાની મોસમ પુનઃ જામી હોય તે પ્રકારે વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. આ વર્ષે નિયત સમય મુજબ વરસાદી સિઝન શરૂ થઈ હતી પરંતુ સામાન્ય વરસાદ પડ્યા બાદ વરસાદે વિરામ લઈ લીધો હતો. જેનાં કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

મેઘરાજાની ફરી એન્ટ્રી થતા નગરજનોમાં ખુશી

રાજયની સાથે-સાથે ગાંધીનગરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જેનાં કારણે ખેડૂતો સહિતના નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના ચાર તાલુકા પૈકી દહેગામના 41 મી.મી, ગાંધીનગરમાં 18 મી.મી, કલોલમાં 33 મી.મી અને માણસામાં 8 મી.મી મળી સરેરાસ 27 મી.મી વરસાદ વરસ્યો છે.

કલોલ તાલુકામાં 66.89 ટકા વરસાદ પડ્યો

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો છે. જેમાં દહેગામમાં 40.70 ટકા, ગાંધીનગર 39.44 ટકા, કલોલ 66.89 ટકા અને માણસામાં 57.30 ટકા વરસાદ પડતાં સીઝનનો કુલ 51.99 ટકા વરસાદ જિલ્લામાં પડ્યો છે. જેમાં સૌથી વધુ કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 66.89 ટકા વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

બીજી તરફ છેલ્લા 29 વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ જોઈએ તો સૌથી ઓછો ગાંધીનગરમાં કુલ 715 મી.મી વરસાદ પડ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં વર્ષ 1991 થી 2020 સુધીમાં કુલ 765 મી.મી વરસાદ નોંધાયો હતો. જેમાં દહેગામમાં 806 મી.મી, ગાંધીનગરમાં 715 મી.મી, કલોલમાં 782 મી.મી અને માણસામાં 800 મી.મી વરસાદ ખાબક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...