• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar District Had The Highest Transition In 10 Days In Urban Areas Than In Rural Areas, With 282 People In Rural Areas And 627 In Urban Areas.

શહેરમાં વધુ સંક્રમણ:ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારમાં 10 દિવસમાં સૌથી વધુ સંક્રમણ ફેલાયું, ગ્રામ્યમાં 282 અને શહેરમાં 627 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 9મી જાન્યુઆરીએ ગ્રામ્યમાં 52 અને શહેરમાં 153 એમ કુલ 205 લોકો સંક્રમણનો ભોગ બન્યાં

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસમાં એટલે કે તા. 1થી 10 જાન્યુઆરી સુધીમાં શહેર વિસ્તારમાં સૌથી 250 સ્ત્રીઓ અને 361 પુરુષ મળીને 611 નાગરિકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે ગ્રામ્યમાં 172 સ્ત્રીઓ અને 172 પુરુષ મળીને 298 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમ ગાંધીનગર જિલ્લામાં 533 પુરુષ અને 376 સ્ત્રીઓ મળીને અત્યાર સુધીમાં 909 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે.

ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોવિડ - 19 નાં દૈનિક 6 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરમાં પાંચ ઘણી સ્પીડથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જો કે રાહતની વાત એ છે કે આ ત્રીજી લહેરમાં મોટાભાગે કોરોના સંક્રમિત દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને કોરોનાથી મુક્તિ મેળવી રહ્યા છે. રાજયની સાથે પાટનગર ગાંધીનગરમાં પણ દિવસેને દિવસે કોરોના કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાઈ રહ્યો છે.

ગાંધીનગરમાં 9 માસથી લઈને 60 પ્લસની વય મર્યાદા વાળા કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસમાં કોરોના કેસની વાત કરીએ તો તા. 1 જાન્યુઆરીએ ગ્રામ્યમાં 4 પુરુષ, 5 સ્ત્રી તેમજ શહેરમાં 3 પુરુષ, 8 સ્ત્રી ,તા. 2 નાં રોજ ગ્રામ્યમાં 4 પુરુષ, 2 સ્ત્રી અને શહેરમાં 7 પુરુષ અને 7 સ્ત્રી, તા. 3જી જાન્યુઆરીએ ગ્રામ્યમાં 4 પુરુષ, 5 સ્ત્રી, શહેરમાં 10 પુરુષ, 8 સ્ત્રી તેમજ તા. 4 નાં રોજ ગ્રામ્ય 5 પુરુષ, 7 સ્ત્રી અને મનપાના શહેર વિસ્તારમાં 11 પુરુષ, 12 સ્ત્રીઓ કોરોના પોજીટીવ હોવાનું સરકારી દફતરે નોંધ કરાઈ હતી.

એજ રીતે તા. 5મી જાન્યુઆરીએ ગ્રામ્યમાં 13 પુરુષ, 13 સ્ત્રી અને મનપાની હદમાં 36 પુરુષ, 59 સ્ત્રીઓ, તા. 6 નાં રોજ ગ્રામ્યમાં 20 પુરુષ, 13 સ્ત્રી તેમજ મનપામાં 33 પુરુષ, 26 સ્ત્રી, તા. 7 મીએ ગ્રામ્યમાં 29 પુરુષ, 12 સ્ત્રી અને મનપા હદમાં 50 પુરુષ, 41 સ્ત્રી, તા. 8મીએ ગ્રામ્યમાં 21 પુરુષ, 9 સ્ત્રી તેમજ 31 પુરુષ, 20 સ્ત્રી, તા. 9 મીએ ગ્રામ્યમાં 34 પુરુષ, 18 સ્ત્રી તેમજ શહેરી વિસ્તારમાં 86 પુરુષ, 50 સ્ત્રીઓ ઉપરાંત તા. 10 મી જાન્યુઆરીએ ગ્રામ્યમાં 38 પુરુષ, 26 સ્ત્રી અને મનપાની હદમાં 96 પુરુષ, 35 સ્ત્રીઓ કોરોના પોજીટીવ આવ્યાની સરકારી દફતરે નોંધ કરાઈ છે.

આ દસ દિવસમાં સૌથી વધુ સંક્રમિતો 9મી જાન્યુઆરીનાં રોજ 205 હતા. જે અન્વયે આ દિવસે શહેરમાં 86 પુરુષ, ગ્રામ્યમાં 34 પુરુષ મળીને 120 પુરુષો સંક્રમણનો ભોગ બન્યા હતા. આમ છેલ્લા દસ દિવસનાં સરકારી દફતરે નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં 172 પુરુષ શહેરમાં 361 પુરુષ મળીને 533 પુરુષો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. તેમજ આ ગ્રામ્યમાં 10 મી જાન્યુઆરી સુધી 126 સ્ત્રી અને શહેરમાં 250 સ્ત્રી મળીને 376 સ્ત્રીઓ કોરોના પોજીટીવ હોવાનું નોંધાતા કુલ જિલ્લાનો આંકડો 909 સુધી પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...