તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલસેવા યોજના:ગાંધીનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કોરાનાકાળમાં અનાથ બનેલા બાળકોના ડેટા કલેકશનની કામગીરી શરૂ કરાઇ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકને યોજના અંતર્ગત માસિક રૂપિયા 4 હજારની સહાય આપવામાં આવશે

કોરોનાકાળ દરમ્યાન માર્ચ 2020 પછી માતા-પિતા અવસાન પામ્યા હોય તેવા બાળકો માટે રાજય સરકારે મુખ્ય મંત્રી બાલસેવા યોજનાનો આરંભ કર્યો છે. આ યોજનાનો લાભ ગાંધીનગર જિલ્લામાં કોરોનાકાળમાં અનાથ બનેલાં બાળકોને આપવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ડેટા કલેકશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

બાલસેવા યોજના અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને સહાય

કોરોના મહામારીની બીજી લહેરમાં રાજયમાં અનેક લોકોના મોત થયા છે. કેટલાક પરિવારોમાં માતા- પિતા મૃત્યૃ પામતાં બાળકો નિરાધાર બન્યા છે. આવા નિરાધાર બાળકોનો સહારો બનવા માટે રાજય સરકાર દ્વારા મુખ્ય મંત્રી બાલસેવા યોજના અમલી બનાવવામાં આવી છે. આ બાલસેવા યોજના અંતર્ગત 0 થી 18 વર્ષ સુધીના બાળકને યોજના અંતર્ગત માસિક રૂપિયા 4 હજારની સહાય આપવામાં આવશે.

માસિક રૂપિયા 6 હજારની સહાય આપવામાં આવશે

તેમજ 18 વર્ષ પૂર્ણ થયેથી 21 વર્ષ સુધીના અનાથ પુખ્ત બાળકોને અભ્યાસ અર્થે આફટર કેર યોજના અંતર્ગત માસિક રૂપિયા 6 હજારની સહાય આપવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં નિરાધાર બનેલા બાળકોની જાણ થયેથી જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, એ-બ્લોક, ભોયતળિયે, સહયોગ સંકુલ, પ્રથિકાશ્રમની બાજુમાં, સેકટર- 11, ગાંધીનગરનો સંપર્ક કરવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...