તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠકનું આયોજન:ગાંધીનગર જિલ્લા પંચાયતની નવી બોડીની પ્રથમ સભામાં આવતીકાલે બજેટ રજૂ કરાશે, લેબર બજેટ પણ રજૂ કરાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે

ગાંધીનગર જિલ્લા પંચાયતની નવી બોડીની પ્રથમ બજેટ સામાન્ય સભા મંગળવારે મળશે. તેમાં 2021-22નું વાર્ષિક બજેટ તેમજ લેબર બજેટ રજૂ કરાશે. સભામાં જિલ્લા પંચાયતની સમિતિઓની રચના કરવા તેમજ વિકાસના કામોની મુદ્દતમાં વધારો કરવાના મુદ્દાઓની ચર્ચા કરાશે.

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં નવી ચુંટાયેલી બોડીએ સત્તાની ધુરા સંભાળી છે. જોકે ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઇ છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીના કારણે ગાંધીનગર જિલ્લા પંચાયતનું નાણાંકિય વર્ષ 2021-22નું અંદાજપત્ર રજુ થયું નહી. આથી નવીન ચુંટાયેલી બોડીની પ્રથમ સામાન્ય સભા બજેટની બની રહેશે. જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા તારીખ 30મી, મંગળવાર, બપોરે 1 કલાકે સભાખંડમાં મળશે. તેમાં વર્ષ-2020-21ના વર્ષનું સુધારેલ તથા વર્ષ-2021-22નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સભામાં રજુ કરાશે. ઉપરાંત મનરેગા યોજના અંતર્ગત વર્ષ-2021-22નું લેબર બજેટની મંજુરી માટે સભામાં રજુ કરવામાં આવશે.

જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રથમ બેઠકમાં કરવામાં આવી હતી. ત્યારે જ સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિના ચેરમેનની વરણી કરી દેવામાં આવી હતી. પરંતુ બાંધકામ, આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ અને ખેતીવાડી સહિતની સમિતિઓના ચેરમેનની વરણી કરવાની બાકી છે. આથી ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-145 (1) મુજબ જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓની રચના કરવામાં આવશે. જોકે આરોગ્ય, શિક્ષણ અને બાંધકામ સમિતિઓના ચેરમેન માટે ઠાકોર અને પાટીદાર સમાજના ઉમેદવારોને સરખો ન્યાય આપવામાં આવશે. સભામાં વિકાસના કામોની મુદતમાં વધારો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો