તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:ગાંધીનગર દિગંબર જૈન સમાજ દ્વારા ઘરેથી 24 કલાકના ભક્તામર સ્તોત્રના પાઠ કરાયા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર દિગંબર જૈન સમાજ દ્વારા ઘરેથી 24 કલાકના ભક્તામર સ્તોત્રના પાઠ કરી વિશ્વ કોરોનામુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. - Divya Bhaskar
ગાંધીનગર દિગંબર જૈન સમાજ દ્વારા ઘરેથી 24 કલાકના ભક્તામર સ્તોત્રના પાઠ કરી વિશ્વ કોરોનામુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
  • કોરોનાની મહામારીનું નિવારણ થાય તેવા આશયથી કરાયેલું આયોજન
  • ભક્તામર સ્તોત્રની રચના માનતુંગ આચાર્યે કરી હતી: પાટનગરના 48 પરિવારોએ અખંડ ભક્તિ કરી, અક્ષયતૃત્યા પર્વનું જૈન ધર્મમાં વિશેષ મહત્વ

વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીના નિવારણ માટે અક્ષયતૃત્યાના દિવસે ગાંધીનગર દિગંબર જૈન સમાજના 48 પરિવાર દ્વારા ઘરેથી ભક્તિપૂર્વક 24 કલાકના ભક્તામર સ્તોત્રના પાઠ કરવામાં આવ્યા હતા અને તેમાં આ પરિવારોએ ભગવાનની આસ્થાભેર ભક્તિ કરી હતી. જૈનોનું માનવું છે કે ભક્તામર સ્તોત્ર એક અતિશયકારી સ્તોત્ર છે.

અક્ષય તૃત્યા પર્વનું જૈન ધર્મમાં વિશેષ મહત્વ છે. જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનને 6 મહિનાના ઉપવાસ પછી આજના દિવસે હસ્તીનાપુરના શ્રેયાશ નામના રાજાએ શેરડીના રસનો આહાર આપ્યો હતો. જૈનોનું માનવું છે કે ભક્તામર સ્તોત્ર એક અતિશયકારી સ્તોત્ર છે એના જાપથી સવૅ રોગો નો નાશ થાય છે અને સુખ પ્રાપ્ત થાય છે.ભક્તામર સ્તોત્રની રચના માનતુંગ આચાર્યએ કરી હતી.

એક વાર એક રાજાનો અહમ ના સંતોષાતા માનતુંગ આચાર્યને બેડીઓથી બાંધી જેલમાં બંધ કરી દિધા હતાં, તે વખતે માનતુંગ આચાર્યએ ભક્તામર સ્તોત્રની રચના કરી જેમાં ભગવાન આદિનાથ ની વિશેષ ભક્તિના ફળરૂપે 48 બેડીઓ જાતેજ તૂટી ગઈ હતી.અત્યારે કોરોનાના કારણે મંદિરોમાં જઈને ભક્તો ભક્તિ નથી કરી શકતા ત્યારે ગાંધીનગરમાં જૈન સમાજ દ્વારા ઘરમાં રહી ભગવાનની 24 કલાક અખંડ ભક્તિ કરાઈ હતી અને દેશ કોરોનાથી બહાર આવી જાય એવી પ્રાર્થના કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...