તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગાંધીનગર ડેપોને વાયુ પ્રદૂષણ ઘટાડનારી 4 BS-6 ST બસ મળશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસમાં આગળ અને પાછળ આપેલા સેન્સરથી અન્ય વાહનથી અંતર રાખશે
  • બસમાંથી વાતાવરણને પ્રદૂષણ ફેલાવતા નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ઓછો નીકળશે

રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા માટે એસટી નિગમને બીએસ-6 1000 એસટી બસો ફાળવવામાં આવી છે. તેમાં નગરના ડેપોને ચાર બસો ફાળવવામાં આવી છે. બસની ખાસિયત એ છે કે પ્રદૂષણ કરતા તત્વો ઓછા નિકળતા ઇકો ફ્રેન્ડલી બસ બની રહેશે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને કુલ-1000 બીએસ-6 એસટી બસો ફાળવાઈ છે. તેમાંથી ગાંધીનગર ડેપોને કુલ 4 એસટી બસો આપવામાં આવનાર છે.

ડેપો મેનેજર કિર્તનભાઇ પટેલે જણાવ્યું છે કે બીએસ-6 પ્રકારની બસમાંથી વાતાવરણને પ્રદૂષણ ફેલાવતા નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ઓછો નિકળશે. આથી વાતાવરણમાં પ્રદૂષણના કણોમાં ઘટાડો નોંધાશે. એસટી બસમાં આગળ-પાછળ સેન્સર લગાવવામાં આવ્યા છે. આથી રિવર્સ લેતી વખતે બસની પાછળ અન્ય કોઇ વાહન અમુક અંતરે આવતા જ ડ્રાઇવરની કેબિનમાં અવાજ થશે. તેજ રીતે આગળ પણ સેન્સર હોવાથી અમુક અંતરથી વધુ બસ આગળ ઉભેલા વાહનની નજીક લઇ જઇ શકાશે નહી. બીએસ-6 બસની કિંમત રૂપિયા 16.58 લાખની છે.

બસમાં કુલ 14 ઇમરજન્સી સ્વીચ
બસમાં બેઠેલા મુસાફરને ચાલુ બસે કોઇ તકલીફ ત્યારે બસને ઉભી રાખવા કે ડ્રાઇવર અને કંડક્ટરને જાણ કરવા માટે પેસેન્જર વિભાગમાં કુલ 13 અને ડ્રાઇવરની કેબિનમાં એક સ્વીચ આપી છે. સ્વીચને તબાવવાથી કઇ સીટ ઉપરની સ્વીચ દબાવી તે દર્શાવીને બીપનો અવાજ થતાં ડ્રાઇવરને ખબર પડશે.

સાયલેન્સર ઓટો ક્લિન થશે
એસટી બસમાં નાંખવામાં આવેલું સાયલેન્સર જ રૂ. 2.50 લાખની કિંમતનું છે. તેમાં અમુક કિલોમીટર બસ દોડ્યા બાદ તેમાં જમા થયેલા કાર્બનને ઓટોમેટીક સાફ કરી નાંખશે. આથી ડિવાઇસ ખોલવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.

બસમાં એન્જિન બંધ કરતાં જ ડિઝલ સેવિંગ કરશે
બીએસ-6 પ્રકારની બસમાં એન્જિન બંધ કરતા પાઇપમાં રહેલું ડિઝલની બચત થાય તે માટે પરત ટાંકીમાં જતુ રહેશે. તેના માટે એન્જિન બંધ કર્યા બાદ એક મિનિટ સુધી સ્વીચ ચાલુ રાખવી પડશે.

અન્ય સમાચારો પણ છે...