મતદાન સાથે રસીકરણ:ગાંધીનગર DDOનો નવતર પ્રયોગ, 213 મતદાન મથકો પર કોરોનાની રસી માટે કેમ્પનું આયોજન કરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારેય તાલુકામાં 213 મતદાન કેન્દ્રો પર રસીકરણનો બપોર સુધી 2500 લાભાર્થી એ લાભ લીધો

ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાની 156 ગ્રામ પંચાયત પર હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં વધુમાં વધુ કોરોના રસીકરણ થી સુરક્ષિત થઈ જાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી એ નવતર પ્રયોગ હાથ ધરી જિલ્લાના 213 કેન્દ્રો પર ટીકા કરણ અભિયાન સવારથી શરૂ કરાયું છે. જે અન્વયે બપોર સુધીમાં 2500 લાભાર્થીઓ ને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

રાજયમાં કોરોના સંક્રમણની સાથોસાથ ઓમિક્રોનનો પણ પગ પેસારો થઈ ચૂક્યો છે. ગાંધીનગરમાં પણ કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. કોરોના સામેની લડાઈમાં હાલમાં એકમાત્ર શસ્ત્ર એવા કોરોના વેક્સિનથી ગાંધીનગર જિલ્લાના તમામ લોકોને સુરક્ષિત કરવાં માટે જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા ખાસ ઝુંબેશ ચલાવીને રસીકરણ કરવાંમાં આવી રહ્યું છે.પ્રારંભિક તબક્કામાં કોરોના વેક્સિન લેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ કોરોના સંક્રમણ ઘટી જતાં ગાંધીનગરની પ્રજાએ કોરોનાને ભૂલીને કોવિડના નિયમોની અવગણના કરીને સેકન્ડ ડોઝ લેવા માટે પણ આળસ દાખવવામાં આવી રહી છે. જેનાં કારણે જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે માટે જાગૃતિ લાવવા માટેના પ્રયાસો પણ કરાયા હતા.

આ બધી સમસ્યા વચ્ચે આજે ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકાની 156 ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સુરભિ ગૌતમ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરીને મતદાન કેન્દ્રો પર જ કોવિડ રસીકરણ માટેના કેમ્પ શરૂ કરાયા છે. જેને સારો આવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કલોલના 14, માણસાના 21, દહેગામના 86 અને ગાંધીનગરનાં 98 મળી કુલ 213 મતદાન મથકો પર રસીકરણ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેનાં ફળ સ્વરૂપ મતદાન કરવાં માટે આવનાર મતદાતાઓને સ્થળ પર જ કોવિડ ના પ્રથમ અને સેકન્ડ ડોઝ આપવાની વ્યવસ્થા ગોઠવી સુચારુ રીતે આયોજન કરાયું છે. મતદારો પણ મત આપવાની સાથે કોવિડ ટીકા કરણ કરાવી રહ્યા છે.

આજે જિલ્લાના 213 મતદાન બુથો પર બપોર સુધીમાં 2500 થી વધુ લોકોનું ટીકા કરણ થઈ ચૂક્યું છે. જે મતદાન પ્રક્રિયા પૂર્ણ સુધી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે જિલ્લા વિકાસ અધિકારીના આ નવતર પ્રયોગને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. કેમ કે મત આપવા માટે આવતા મતદારો મત આપી ને કે પછીથી સીધા કોવિડ રસી લેવા માટે જઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...