તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટ દ્વારા આદેશ:સોમવારથી ગાંધીનગર કોર્ટનું કામકાજ શરૂ થશે

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ગાઈડલાઈનું પાલન કરાશે

કોરોના વાયરસના કારણે હાલમા સરકારી કચેરીઓમા 50 ટકા હાજરીથી કામ ચલાવામા આવી રહ્યુ છે. તેની સાથે કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રોની કામગીરી બંધ કરવામા આવી છે. રાજ્યની કોર્ટમા જરૂરી કેસ જ વર્ચ્યુઅલચલાવવમા આવતા હતા, પરંતુ હવે કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. ત્યારે આગામી સોમવારથી ગાંધીનગર કોર્ટ કોરોના ગાઇડ લાઇન રાબેત મુજબ શરૂ કરાશે.

સોમવારથી કોરોના ગાઇડ લાઇન મુજબ શરૂ કરવાનો હાઇકોર્ટ દ્વારા આદેશ કરાયો છે. કોરોના વાઇરસથી કોર્ટ વચ્યુઅલ રીતે ચલાવવામા આવી હતી. પરંતુ હવે તેને રાબેતા મુજબ શરૂ કરવામા આવશે. જેમા સવારેથી સાંજના નિયત સમય પ્રમાણે કેસ ચલાવાશે. તે ઉપરાંત કોર્ટ કંપાઉન્ડમાં પ્રવેશ અને બહાર જવા માટે એક જ દરવાજા ખુલ્લો રખાશે.

અન્ય સમાચારો પણ છે...