તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:આસારામ બાપુના 7 સાધકોને ગાંધીનગર કોર્ટે 1 વર્ષની સજા ફટકારી, પબ્લિક - પત્રકારો સાથે મારઝૂડ કરતા રાયોટિંગનો ગુનો નોંધાયો હતો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય 12 સાધકોને નિર્દોષ છોડવામા આવ્યા

આશારામનાં સાધકો દ્વારા આજથી 13 વર્ષ અગાઉ સામાન્ય પબ્લિક તેમજ પત્રકારો પર હિચકારો હૂમલો કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગાંધીનગરમાં નોંધાયેલા રાયોટિંગના ગુના સબબ ગાંધીનગરના 11મા એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.કે.ગઢવી દ્વારા 7 સાધકોને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે અન્ય 12 સાધકોને નિર્દોષ છોડી દેવાયા છે.

વર્ષ 2008માં અમદાવાદ સ્થિત આસારામ બાપુના આશ્રમમાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં.પાંચ જુલાઈ 2008ના દિવસે આસારામના મોટેરા સ્થિત આશ્રમ બહાર સાબરમતી નદીના કિનારે 10 વર્ષના અભિષેક વાઘેલા અને 11 વર્ષના દીપેશ વાઘેલાના અડધા બળેલા મૃતદેહ વિકૃત અવસ્થામાં મળ્યા હતા.

જે બાદ આસારામ બાપુનાં સાધકો સામે સામાન્ય પબ્લિક અને પત્રકારો સાથે રાયોટિંગ અને મારઝૂડના કેસો 2008 માં નોંધાયા હતા. જે પૈકીનો એક ગુનો ગાંધીનગરના અડાલજ પોલીસ મથકમાં 19 જેટલા સાધકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ગુનાની તપાસના અંતે 19 આરોપીઓ વિરુદ્ધ ગાંધીનગર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના 11મા એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.કે.ગઢવી ની કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં સાત આરોપીઓને IPC કલમ 147, 149 તથા મુજબ દોષિત ઠેરવી 1 વર્ષ તથા કલમ 323 ના ગુનામાં 6 માસ ની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય 12 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે સરકારી વકીલ ઊર્જિત શુકલએ જણાવ્યું હતું કે આસારામનાં સાધકો વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે ગુનામાં સાત આરોપીઓને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરાયો છે. તેમજ જે આરોપીઓને સજા થયેલ છે તેઓને જ્યૂડી. મેજીસ્ટ્રેટએ અપીલ દાખલ કરવા સુધી સજા મોકૂફ રાખી હાલ જામીન પર મુક્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...