સુનાવણી:આસારામ દુષ્કર્મના કેસમાં સીડી બાબતે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ, કોર્ટે 20 માર્ચની મુદત આપી

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આસારામ જોધપુરની જેલમાં બંધ હોવાથી વીડિયો કોન્ફરન્સિંગથી જોડવામાં આવ્યો - Divya Bhaskar
આસારામ જોધપુરની જેલમાં બંધ હોવાથી વીડિયો કોન્ફરન્સિંગથી જોડવામાં આવ્યો
  • આસારામ જોધપુરની જેલમાં બંધ હોવાથી વીડિયો કોન્ફરન્સિંગથી જોડવામાં આવ્યો
  • બળાત્કારના એક કેસમાં આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી

આસારામ સામે સુરત દુષ્કર્મ કેસમાં આજે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આસારામ સામે સુરતમાં 2013ના વર્ષમાં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અત્યાર સુધી 28 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે, જ્યારે કોર્ટમાં યુવતીની ઉલટ તપાસ પણ પૂર્ણ થઈ ચુકી છે. આસારામ હાલમાં જોધપુરની જેલમાં બંધ હોવાથી વીડિયો કોન્ફરન્સિંગથી આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે કોર્ટે 20 માર્ચે વધુ સુનાવણી કરવા મુદત આપી હતી.

ઉલ્લેખનીય છે કે, બળાત્કારના એક કેસમાં આસારામને જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ ઉપરાંત તેના બે સાથી શિલ્પી અને શરદને કોર્ટે 20-20 વર્ષની સજા ફટકારી હતી. સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો છે. જ્યારે નારાયણ સામે સુરતની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો.

ભૂતકાળમાં શર તપાસ અને ઊલટ તપાસ પૂર્ણ થઈ ગઈ હતી. જ્યારે ગુજરાત હાઈકોર્ટનાં આદેશનાં પગલે આજે ફરીવાર ગાંધીનગર કોર્ટમાં સીડી સબંધે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 માર્ચની મુદત પડી હતી. સીડીમાં ફરિયાદને સમર્થન કરતું નિવેદન નારાયણ સાઈની પત્ની આપવાનું હતું. જેથી નારાયણ સાઈની પત્ની જાનકીદેવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કોર્ટમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...