મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની નાગરિકોની વ્યક્તિલક્ષી અરજીઓના ત્વરીત નિકાલના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તા.4 જૂન શનિવારના રોજ સમય સવારે 9.00 કલાકથી સાંજના 5.00 કલાક સુધી ગાંધીનગર મહાનગરપાલિકા કક્ષાએ વોર્ડ નં.3માં સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ, સેક્ટર 24, ગાંધીનગર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં 9.00 થી 2.00 કલાક દરમિયાન અરજદારો પાસેથી રજૂઆત અને તેના પૂરાવા મેળવવામાં આવશે. આ રજૂઆતો અને અરજીઓના નિકાલની કામગીરી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવશે. જે દરમિયાન અરજદારોને તેમણે કરેલ રજૂઆતોના આખરી નિકાલની જાણ કરવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાનાં નાગરિકો સેવાઓને લગતા વ્યક્તિગત પ્રશ્નોની રજૂઆત કરી શકશે. જેમાં આધારકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડનું બેંક ખાતા સાથે જોડાણ, આઈ.સી.ડી.એસ. બાળકોના આધાર કાર્ડ, મોબાઈલ નંબર સાથે બેંક ખાતાનું જોડાણ, નવું બેંક ખાતું ખોલાવવું, જનધન યોજના અને બેંક એકાઉન્ટ ખોલાવવું, રાશન કાર્ડને લગતી અરજીઓ, આવક, જાતિ, ઈ.ડબ્લ્યુ. એસ પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર, ડોમિસાઈલ વગેરે પ્રમાણપત્રને લગતી અરજીઓ, કુંવરબાઇનું મામેરું સહાય યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમિયાન દિવ્યાંગતા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાનાં લાભો પી.એમ.જે માં યોજના (અરજી),
મેડીકલ ઓફિસર દ્વારા ઉમરનો દાખલો, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબિટીસ અને બી.પી ની ચકાસણી), કસ્તુરબા પોષણ સહાય યોજના, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના અટલ પેન્શન યોજના, ભીમ એપ મ્યુનિસિપલ સેવાને લગતી વ્યક્તિગત રજુઆતો જેવી કે, પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરો, ગુમાસ્તા ધારા, જન્મ મરણનાં દાખલા, લગ્ન નોંધણી પ્રમાણપત્ર વગેરે કેશલેસ લિટરેસી (ડીઝીટલ ટ્રાન્ઝેક્શન લીટરેસી), બસ કન્સેશન પાસ – વિકલાંગ, સિનિયર સિટીજન તથા સામાન્ય લોકો માટે સિટી ટ્રાન્સપોર્ટ માસિક પાસની સેવાઓ/ યોગી સિટી બસ કન્સેશન પાસ,
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, કૌટુંબિક સહાય યોજના, વૃદ્ધ નિરાધાર સહાયવિધવા સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના(અરજી સ્વીકારવી), યુ.ડી.આઈ.ડી કાર્ડ નું રજીસ્ટ્રેશન, સમાજ કલ્યાણ અનુસુચિત જાતિની સેવાઓ(અરજી) તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાની અરજીનો સ્વીકાર કરવામાં આવશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં રજૂઆત અર્થેના પ્રશ્નો રજૂ કરતી વખતે કોઈ અરજી ફી રહેશે નહિ, પરંતુ સબંધિત રજૂઆત માટે કાયદાથી કોઈ ફી નક્કી કરેલ હોય તો તે લેવાની રહેશે.આ કાર્યક્રમ દરમિયાન ડાયાબીટીસ કેમ્પ રાખવામાં આવેલ છે જેની નિ:શુલ્ક તપાસ કરવામાં આવશે. તેમજ આર્યુવેદિક કેમ્પનું આયોજન કરેલ છે.બેંકો દ્વારા ઈ-પેમેન્ટ, ડીજીટલ લોકર, જનધન ખાતા ખોલવા અંગેની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવનાર છે. આ સેવાસેતુ કાર્યક્રમનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.