તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકીની રાજનીતિ:ગાંધીનગર 'આપ'ના ઉમેદવારના ઘરે માણસો મોકલવાની કૉંગ્રેસના ઉમેદવાર અંકિત બારોટે ધમકી આપી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધમકીના પગલે આપના કાર્યકર્તાઓએ ચોકી પહેરો ભરવાની ફરજ પડી

ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 3ના આપના ઉમેદવારને કૉંગ્રેસના ઉમેદવાર અંકિત બારોટ દ્વારા વોટ્સએપ મેસેજ કરી ધમકી અપાતા રાજનીતિ ગરમાઈ છે. ધમકીના પગલે આપના કાર્યકર્તાઓએ રાત્રિ દરમિયાન સેકટર 24માં ચોકી પહેરો ભરવાની ફરજ પડી હતી.

ગાંધીનગરમાં વોર્ડ નંબર 3 નાં ઉમેદવાર ભરત ભાઈ જોશીને કોંગ્રેસના ઉમેદવાર અંકિત બારોટ દ્વારા ધમકી આપવામાં આવી છે.આ અંગે ભરત ભાઈ જોશીએ જણાવ્યું હતું કે પાર્ટીના કામ અર્થે કેટલાક દિવસોથી ગાંધીનગરની બહાર છું. ગઈકાલે કોંગ્રેસ નાં વોર્ડ નંબર 3 નાં ઉમેદવાર અંકિત બારોટ નો ફોન આવ્યો હતો પણ ટ્રાફિક માં હોવાના કારણે મેં ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

સતત ફોન આવતા મેં ફોન ઉપાડ્યો હતો. ત્યારે અંકિત બારોટ કહેવા લાગેલ કે સેકટર 24 શ્રીનગર મારા મત વિસ્તારમાં જઈને શું કહેતો હતો. જેનાં પ્રત્યુત્તર માં ભરતભાઈ એ જવાબ આપેલો કે હું ઘણા દિવસથી બહારગામ છું. આ સાંભળી અંકિત બારોટે ભરતભાઈ ના ઘરે માણસો મોકલવાની ધમકી આપી વોટ્સઅપ મેસેજ પણ કર્યા હતા.પોતાના ઘરે હિચકારો હૂમલો થવાની દહેશતથી ભરતભાઈએ પોતાની પાર્ટીને આ બાબતે વાકેફ કરતા આપનાં કાર્યકરોએ મોડી રાત સુધી ભરત ભાઈ નાં ઘરની બહાર ચોકી પહેરો કર્યો હતો.

બીજી તરફ કોંગ્રેસના અંકિત બારોટે આ બાબતે જણાવ્યું હતું કે સેકટર 24 ની સોસાયટીમાં ભરતભાઈ ગયા હશે અને કોઈ નિવેદન આપ્યું હશે જેના કારણે સ્થાનિક યુવાનો રોષે ભરાયા હતા. અને તેઓ ભરતભાઈના ઘરે જવાની વાત કરતા હતા. જેથી મેં ભરતભાઈને ફોન કરીને ધ્યાન રાખવાની સલાહ આપી હતી. ત્યારે નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા સેકટર 24 ની પ્રજાના રોડ રસ્તા ગટરો સહિતની સ્થાનિક સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવી રહ્યું હોવાથી પણ અન્ય રાજકીય પક્ષો નાં ઉમેદવારો હાસીયાંમાં ધકેલાઈ ગયા છે તે વાત નકારી શકાય તેમ નથી.

છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ઇન્દિરાનગર તેમજ શ્રીનગર વિસ્તારમાં જઈને સ્થાનિક લોકોની સમસ્યા સાંભળીને નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. તેમજ સ્થાનિક તંત્રમાં વારંવાર પત્રો લખીને પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં અલગ અલગ જાણીતા ચહેરાઓને પાર્ટીમાં સામેલ કરી રહી છે. તો બીજી તરફ કેટલાક સ્થળ પર વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ સોમનાથમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર સોમનાથમાં હુમલાનો પ્રયાસ થયો હતો. તો વિસાવદરમાં આપના નેતા ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ પર હુમલો કરાયો હતો. ત્યારે હવે ગાંધીનગરમાં આપના ઉમેદવારને કૉંગ્રેસના ઉમેદવાર દ્વારા ધમકી અપાઈ હોવાનો મામલો સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...