તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કુલની ભારત સરકારનાં શિક્ષણ વિભાગનાં ડેલીગેટ દ્વારા મુલાકાત લેવામાં આવી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 3 વર્ષમાં થયેલા શિક્ષણ વિભાગના નુતન પ્રકલ્પો અંગે વિસ્તૃત માહિતી મેળવી

રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કુલ (CCC)ની ભારત સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. જેમાં છેલ્લા 3 વર્ષમાં થયેલા શિક્ષણ વિભાગના નુતન પ્રકલ્પો અંગે વિસ્તૃત સમજ પ્રેજન્ટેશન દ્વારા મેળવી આ પ્રકલ્પોની સિદ્ધિ અને મળેલા પરિણામ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન તેઓએ CCC 2.oની ફીજીકલ વિઝીટ લઈને ક્યાં શું કામગીરી થાય છે તેનાથી અવગત થયા હતા અને તેમણે સમગ્ર ભવનને આધુનિક તકનીકીકરણ સાથે નિહાળીને અહોભાવ વ્યક્ત કર્યો હતો. ત્યારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ સચિવ ડૉ. વિનોદ રાવે સૌને આવકારીને પ્રારંભ કાર્યો હતો અને એ સાથે છેલ્લા 3 વર્ષમાં થયેલા શિક્ષણ વિભાગના નુતન પ્રકલ્પો અંગે વિસ્તૃત સમજ પ્રેજન્ટેશન દ્વારા આપવામાં આવેલ હતી. તેમજ આ પ્રકલ્પોની સિદ્ધિ અને મળેલ ઉત્તમ પરિણામ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

સમગ્ર પ્રેજન્ટેશન વેળા ભારત સરકારના ડેલીગેટ વિવિધ પ્રકલ્પોની સિધ્ધી અને અમલીકરણ વગેરે બાબતોથી ખુબ પ્રભાવિત થયા હતા અને આ પૈકી ગુણોત્સવ 2.o, પ્રવેશોત્સવ 2.o, સ્કુલ અક્રેડીટેશન, ઓનલાઈન એટેન્ડન્સ, સ્કુલ રેડીનેસ, નિદાન કસોટી, શિક્ષક સજજતા સર્વેક્ષણ વગેરે વિષે ઊંડાણપૂર્વક વિગતો મેળવી હતી અને આ બાબતોને વિસ્તૃત રીતે સમજવાનો પ્રયાસ કર્યો હતો.

CCC 2.o ખાતે આવેલ વીડિયો વોલ અંગે તેઓએ માહિતી મેળવી હતી. રાજ્યના CRC,BRC અને શાળાઓના પ્રિન્સીપાલ તેમજ શિક્ષકો સાથે કેવી રીતે વીડિયો કોલ થાય છે? અને શું શું ડેટા અત્રેથી તેઓને આપવામાં આવે છે તે અંગે પ્રત્યક્ષ નિદર્શન કરીને તેમણે લાઈવ વીડિયો કોલ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુરા શાળાના CRC અને વિદ્યાર્થી સાથે વાત અને સંવાદ કરીને આ અંગે વિગતો મેળવી હતી.

શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના સ્કુલ રીપોર્ટ કાર્ડ, વિદ્યાર્થી રીપોર્ટ કાર્ડ, G-SHALA APP, એકમ કસોટી, સત્રાંત કસોટી, વાચન સ્પીડ, વોટેસ એપ સ્વમુલ્યાંકન, હોમ લર્નિંગ, દીક્ષા, યુ ટ્યુબ, માઈક્રો સોફ્ટ ટીમ્સ વગેરે ડેટા ડેશબોર્ડમાંથી અનેક સ્તર(રાજ્ય,જિલ્લા,તાલુકા,ક્લસ્ટર,શાળા,વિદ્યાર્થી) સુધી ઉપલબ્ધ છે. જે જાણીને એમને ખુબ નવાઈ અનુભવી. અને આ પ્રકારે કાર્ય કરનાર દેશમાં આ પ્રથમ રાજ્ય છે કે જેમણે ગ્રાઉન્ડ લેવલ ઉપર આ પ્રકારે પ્રત્યેક વિદ્યાર્થીના પ્રત્યેક ધોરણ અને વિષયના લર્નિંગ આઉટકમ માટે આટલી મોટી જહેમત ઉઠાવી હોય તેમ તેઓએ જણાવ્યું.

CCC 2.o ખાતે આવેલ વિડીયો વોલ મુલાકાત વખતે રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ ડેલીગેટને આવકારી અને શિક્ષણ વિભાગના નુતન પ્રકલ્પોને પણ બિરદાવ્યા હતા અને ટીમ ગુજરાતને અભિનંદન આપ્યા હતા.

આ મુલાકાતમાં CBSE ચેર પર્સન મનોજ આહુજા, એડીશનલ સેક્રેટરી MOE સંતોષ સારંગી સાહેબ, ચેર પર્સન CIET અમરેન્દ્ર બહેરા સાહેબ, MOE રજનીશ કુમાર, મેમ્બર સેક્રેટરી NTE કેસાંગ શેરપા, REGIONAL DIRECTOR WRC અખિલ શ્રીવાસ્તવ તેમજ DS પ્રીતમ સિંઘ, SO અભિમન્યુ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...