તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ગાંધીનગરની સફાઈ કરતા કામદારોએ "આપ" નું ઝાડુ પકડી ટેકો જાહેર કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા હેરાનગતિ શરૂ કરાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેશન તંત્રનાં કોન્ટ્રાકટર દ્વારા વિવિધ પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ

ગાંધીનગર શહેરની સફાઈ કરતા રોજમદાર સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓનું સમાધાન લાવનાર આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડીને ખુલ્લો ટેકો જાહેર કરતાં તેમણે કોઈ મોટો ગુનો કર્યો હોય તેમ કોર્પોરેશન તંત્રનાં કોન્ટ્રાકટર દ્વારા એનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ સફાઈ કામદારો દ્વારા કરવામાં આવ્યો છે.

પડતર માંગણીઓ સંદર્ભે તંત્ર સામે મોરચો માંડવામાં આવ્યો

ગાંધીનગર શહેરની સફાઈ માટે આશરે એક હજાર સફાઈ કામદારો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. કોર્પોરેશન તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રોજમદાર સફાઈ કામદારોને રાખવામાં આવ્યા છે. જેમાં ખાનગી કંપનીને કોન્ટ્રાકટ આપીને તમામ સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં આવતો હોય છે. છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોએ લઘુતમ વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા સહિતની અનેક પડતર માંગણીઓ સંદર્ભે તંત્ર સામે મોરચો માંડવામાં આવ્યો હતો.

સફાઈ કામદારોની સમસ્યાનો અંત આવી ગયો

પરંતુ સફાઈ કામદારો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવીને તેમની પડતર માંગણીઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું ન હતું. ત્યારે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 10 ના ઉમેદવાર ડો. હાર્દિક તલાટી તેમજ વીરેંદ્રસિંહ દ્વારા કોર્પોરેશન તંત્રમાં રોજમદાર સફાઈ કામદારોના પગારમાં વધારો કરી બેંક મારફતે પગાર કરવામાં આવે તેવી અનેક રજૂઆત કરવામાં આવી હતી. જેનાં કારણે સફાઈ કામદારોની સમસ્યાનો અંત આવી ગયો હતો.

આપ થકી હવે રૂ. 348 રોજિંદું વેતન મળતું થયું

ત્યારે સફાઈ કામદારો પણ આમ આદમી પાર્ટી પડખે ઊભી રહેતા તેના સમર્થનમાં આવી ગયા છે. ગઈકાલે સફાઈ કામદારોએ આપનું ઝાડુ પકડીને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. આ અંગે રોજમદાર સફાઈ કામદારોના આગેવાન નરેશ મકવાણાએ જણાવ્યું હતું કે, આપ થકી હવે રૂ. 348 રોજિંદું વેતન મળતું થયું છે. અને પગાર પણ બેંકમાં સીધો જમા થવા લાગ્યો છે. અમારી વર્ષોથી માંગણી રહી છે કે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી લઘુતમ વેતનમાં વધારો કરવામાં આવે. પડતર માંગણીઓ સંદર્ભે આમ આદમી અમારી પડખે આવી હોવાથી અમે આપને સમર્થન જાહેર કર્યું છે.

કોવિડમાં પણ સફાઈ કામદારોએ જીવના જોખમે કામગીરી કરી

વધુમાં નરેશ મકવાણાએ આક્ષેપ પણ કર્યો હતો કે કોન્ટ્રાકટર દ્વારા પી.એફ તેમજ ઈએસઆઈ કાપી લેવામાં આવે છે. પણ તેની સ્લીપ આપવામાં આવતી નથી. સાડા બાર ટકા પી.એફ કપાતો હોવાનું મૌખિક કહેવાયું છે પણ તેનું લેખિત પુરાવો આપવામાં આપવામાં આવ્યો નથી. કોવિડ કામગીરી દરમિયાન પણ સફાઈ કામદારોએ જીવના જોખમે કામગીરી કરી છતાં કોઈ મેડિકલ કીટ આપવામાં આવી ન હતી.

કોન્ટ્રાક્ટર દ્વારા કામ બાબતે પજવણી શરૂ કરાઇ

ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા સવારે 7.10 કલાકે હાજર થાય તેની જ હાજરી પૂરવામાં આવે છે. ઘણા સફાઈ કામદારો દૂર દૂરથી આવતા હોવાથી ઘણી વખત વહેલા મોડું થાય તેમ છતાં કોન્ટ્રાકટર દ્વારા ગેરહાજર કરી દેવામાં આવે છે. બપોરે બારથી એકની રીશેષ હોય છે. જેમાં કોઈ 1.05 મિનિટ થઈ જાય તો પણ સુપરવાઇઝર અડધી રજા કાપી લે છે. તાજેતરમાં જ વોર્ડ 7 સરગાસણની ચાર માસનો ગર્ભ ધરાવતી મહિલા સફાઈ કર્મચારીને ગર્ભપાત થઈ ગયો હોવા છતાં કોઈ દરકાર કરવામાં આવી ન હતી. હવે જ્યારે સફાઈ કામદારોએ આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા કામ બાબતે પજવણી શરૂ કરી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ નરેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...