• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar Civil Staff Brother's Wife Found It Difficult To Make Friends, Issam Arrived Home In The Middle Of The Night Without Replying To The Message

મિત્રતામાં યુવક આંધળો બન્યો:ગાંધીનગર સિવિલના સ્ટાફ બ્રધરની પત્નીને મિત્રતા કેળવવી ભારે પડી, મેસેજનો જવાબ નહીં આપતાં ઈસમ અડધી રાત્રે ઘરે પહોંચ્યો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્સના ઘરે જઈ વારંવાર ડોરબેલ વગાડી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી
  • સેક્ટર-7 પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ, આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનું સ્ટાફ ક્વાર્ટર્સ હમણાંથી સમાચારોમાં ચમકતું રહેતું હોય છે. સિવિલના સ્ટાફ નર્સની પત્નીને સેક્ટર-5ના યુવક સાથે મિત્રતા થઇ હતી. જેનાં પગલે યુવાને ગઈકાલે ઘણા મેસેજ કર્યા છતાં કોઈ વળતો જવાબ નહીં મળતાં યુવાને અડધી રાત્રે સ્ટાફ ક્વાર્ટરમાં જઈને ધમાલ મચાવી દેતાં પોલીસ દોડતી થઇ હતી. આ અંગે સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટર્સ છેલ્લા ઘણા વખતથી વિવાદોથી ઘેરાયેલું રહેતું હોય છે. થોડા મહિના અગાઉ પૈસાની લેતીદેતીમાં એક સ્ટાફ નર્સનાં ઘરે લેણદારોએ હોબાળો મચાવી સિવિલ કેમ્પસ માથે લીધું હતું. જે મામલો સેક્ટર-7 પોલીસ મથકમાં પહોંચ્યો હતો. ત્યારે ગઈકાલે અડધી રાત્રે સેક્ટર-5ના યુવાને એક ક્વાર્ટરના ઘરનો ડોરબેલ વગાડીને હોબાળો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા બ્રધરની પત્નીને એકાદ વર્ષ અગાઉ સેક્ટર-5માં રહેતા નિલેશ ઉર્ફે લાલભાઈ પટેલ નામના યુવાન સાથે મિત્રતા બંધાઈ હતી. જેનાં પગલે બંન્નેએ એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી. પરંતુ સિવિલનાં સ્ટાફ બ્રધરની પત્નીએ વાતચીત બંધ કરી દીધી હતી.

ગઈકાલે રવિવારે આખો પરિવાર ઘરે હાજર હતો. ત્યારે રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં નિલેશ પટેલ સ્ટાફ બ્રધરનાં મોબાઇલમાં ઉપરા છાપરી મેસેજ કરવા લાગ્યો હતો. જેનો કોઈ પ્રત્યુત્તર સ્ટાફ બ્રધર આપતો ન હતો. મોડે સુધી મોબાઈલમાં મેસેજ કરવા છતાં સામે કોઈ પ્રત્યુત્તર નહીં મળતા નિલેશ પટેલ અડધી રાત્રે બાર વાગ્યાના અરસામાં ગાડી લઈને સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાં પહોંચી ગયો હતો અને મકાનનો ડોર બેલ વગાડી વગાડીને હોબાળો મચાવી દીધો હતો.

અડધી રાત્રે નિલેશ પટેલની કરતૂતથી આસપાસ રહેતા સ્ટાફના માણસો પણ જાગી ગયા હતા. તેમ છતાં નિલેશ પટેલે સ્ટાફ ક્વાર્ટર્સ માથે લીધું હતું અને સ્ટાફ બ્રધરને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. આખરે બનાવની જાણ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતાં સેક્ટર-7 પોલીસ દોડી ગઈ હતી. પરંતુ પોલીસને જોઇને આરોપી નિલેશ પટેલ નાસી ગયો હતો. જેમાં પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...