જવાબદારી:ગાંધીનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે રુચિર ભટ્ટે ચાર્જ સંભાળ્યો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેર ભાજપના નવા વરાયેલા પ્રમુખ રુચિર ભટ્ટે બુધવારે સવારે સેક્ટર-21 ખાતે પક્ષના કાર્યલય કમલમ્ ખાતે પદ ભાર સંભાળ્યો હતો. જેમને શુભેચ્છાઓ પાઠવવા મનપા વિસ્તાર સહિત જિલ્લાભરમાંથી કાર્યકરો અને શુભેચ્છકો પહોંચ્યા હતાં.સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પદગ્રહણ કરવાની સાથે પ્રમુખે ઉપસ્થિત રહેલા પક્ષના આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, વેપારી આગેવાનો, સહકારી આગેવાનો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, વડિલોનો આભાર માન્યો હતો.

અભિનંદન સ્વીકારતા ભટ્ટે જણાવ્યું હતું કે,‘પક્ષના પ્રમુખ સી. આર. પાટીલ સહિત નેતાગણ દ્વારા તેમને મહાનગર ભાજપ સંગઠનને મજબૂત કરવાની જવાબદારી સોંપાઈ છે. ત્યારે લોક સેવાના યજ્ઞમાં આહુતિ આપવાના પૂર્ણ પ્રયાસો કરશે.’ ઉપસ્થિત તમામ શુભેચ્છકો દ્વારા તેમને પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી અને સંતો-મહંતો તથા વડિલ નેતા ગણ દ્વારા આશિર્વાદપાઠવવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...