તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનીટ્રેપ:ગાંધીનગરના વેપારીને અજાણી યુવતી સાથે અંગતપળો માણવી ભારે પડી, યુવતીએ વીડિયો બનાવી 15 લાખની માગણી કરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • હનીટ્રેપ મામલે યુવતી સહિત ચાર વ્યકિત સામે પોલીસ ફરિયાદ

શહેરના એક સેક્ટરમાં ઝેરોક્ષનો ધંધો કરતા વેપારીને યુવક યુવતિઓની ટોળકીએ હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. કામકાજ અર્થે મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ યુવતી શહેરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ ગઇ હતી. બાદમાં વેપારી સાથેનો અંગતપળ માણતો વીડીયો બનાવી રૂ. 15 લાખની માંગણી કરી હતી. ડાન્સ ક્લાસીસ ચલાવતા યુવકે યુવતીને તૈયાર કરી હનીટ્રેપ ગોઠવી હતી.

યુવતી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
યુવતી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

મળતિ માહિતી મુજબ, શહેરના એક સેક્ટરમાં ઝેરોક્ષનો ધંધો કરતા વેપારીએ સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આશરે 3 મહિના પહેલા એક નંબર પરથી ડોક્યુમેન્ટના ફોટા આવ્યા હતા, બાદમાં તે નંબર ઉપરથી ફોન આવતા સામેથી યુવતી બોલતા કહ્યુ હતુ કે, મે તમને ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરેલા છે, તેની પ્રિન્ટ કાઢવાની છે કહી 1 કલાક પછી યુવતી ડોક્યુમેન્ટ લેવા આવી હતી. જેને તેની ઓળખ પાયલ તરીકે આપ્યા બાદ મોબાઇલ નંબર ઉપર સંદેશાની આપ-લે કરી હતી. જેના 20 દિવસ પછી યુવતિનો મોબાઇલ પર સંદેશ આવ્યો હતો અને તેને ઇન્ફોસિટી ખાતે મળવા બોલાવ્યા બાદ વેપારી અને યુવતીએ કારમાં થોડો સમય બેસી એક બીજાની સાથે હસી મજાક કરી હતી. તે દરમિયાન પાયલ ઉર્ફે કાજલે વેપારીએ એક હોટલમાં જવાની વાત કરી હતી અને બંને જણા સેક્ટર- 16મા આવેલી હોટલ હવેલી ઇનમાં ગયા હતા. હોટલમાં મારી ઓળખાણ છે, તમારૂ ઓળખ કાર્ડ આપો, હુ રૂમ બુક કરાવી આવુ કહીં ડ્રાઇવીંગ લાયસન્સ અને નાણા લઇ ગઇ હતી. જ્યાં આશરે દોઢ કલાક વેપારી અને યુવતીએ રંગરેલીયા મનાવ્યા હતા અને તે સમયે જ વેપારીને બાટલીમાં ઉતારી દીધો હતો. મોબાઇલમાં આ સમયનો વીડીયો બનાવી લેવાયો હતો. 20 દિવસ બાદ રૂપિયાની માગ શરૂ કરી હતી. જેમાં ડાન્સ ક્લાસીસ ચલાવતા વનરાજ મોદીએ ફોન કરી પાયલ સાથે ખરાબ કામ કર્યુ છે કહીં તુ 15 લાખ આપ નહીં તો તારો વીડીયો સોશિયલ મીડીયામાં ફેરવી નાખવાની ધમકી આપી હતી.

ગત 11ના રોજ વનરાજ મોદી, પાયલ ઉર્ફે કોમલ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં રહેતા વેપારીના ઘરે જઇ રૂપિયાની માંગ કરી હતી. વેપારીને મારી પાસે રૂપિયા નથી કહેતા મોબાઇલ પડાવી લેતા કહ્યુ હતુ કે, રૂપિયા નહીં આપે તો બળાત્કારના ગુનામાં ભરાવી દઇશુ. બાદમા ત્યાંથી 2 સાગરીત ભરત અને જય નામના વ્યક્તિ સાથે વાત કરી રૂપિયા આપવાની ના પાડે છે કહીં પછી જોઇ લઇશુ કહી રવાના થઇ ગયા હતા. પરંતુ નાણા નહીં હોવાથી આખરે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીએ બદનામીના ડરની આપઘાત કરવાનો વિચાર કર્યો હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી પાસે 15 લાખ રૂપિયા નહીં હોવાથી આરોપીઓ વીડીયો વાઇરલ કરશે તો સમાજમાં બદનામી થશે તેવા ડરના કારણે આપઘાતનો વિચાર કર્યો હતો.

ડરનો માર્યો ફરિયાદી 15 હજાર આપવા જતાં આરોપીઓએ ફેંકી દીધા
વેપારી રૂપિયા 15 લાખને 15 હજાર સમી આપવા ગયો હતો. તે સમયે આરોપીઓએ 15 હજારને કાગળની જેમ ફેંકી દીધા હતા.

ખાનગી નોકરી કરતા પિતાની પુત્રી નોકરી ન મળતાં રવાડે ચડી
યુવતિના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પિતાનો મામુલી પગાર હોવાથી યુવતિ નોકરીનો શોધ કરી રહી હતી, તે સમયે અઠંગ ટોળકી સાથે સંપર્ક થતા વેપારીને મુર્ગો બનાવાનો પ્લાન કર્યો હતો અને વેપારી સાથે અંગતપળ માણી હતી. નોકરી નહિ મળતા યુવતિ અવળા રવાડે ચડી ગઇ હતી.