તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ગાંધીનગરના બિલ્ડરે સુયંશ રેસીડેન્સીના નામે 50થી વધુ લોકો સાથે રૂ. 6.54 કરોડની છેતરપિંડી આચરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરના હુકમ બાદ સેકટર 21 પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ગાંધીનગરના સરગાસણમાં રહેતા બિલ્ડર સુરજ પાંડેએ લેકાવાડા ગામે સુયંશ રેસીડેન્સી પ્લોટની સ્કીમ મૂકીને ખોટા દસ્તાવેજો, પાવર ઓફ એટર્ની સહિતના ખોટા પુરાવા ઊભા કરી ગાંધીનગરના પચાસથી વધુ લોકો સાથે રૂ. 6 કરોડ 53 લાખ 64 હજાર 800ની છેતરપિંડી આચરી હોવાના પગલે જિલ્લા કલેકટરના હુકમ બાદ સેકટર 21 પોલીસ મથકમાં ગુનો નોંધાવવા પામ્યો છે.

ગાંધીનગરના સેક્ટર 8 ખાતે રહેતા ચંદુભાઈ પટેલ સેકટર 10માં આર્મ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. સરગાસણનાં શરણ રેસીડેન્સી મકાન ઈ /101 માં રહેતા સૂરજ ચંદ્રકાંત પાંડેએ વર્ષ 2013માં દેગાવાડા ગામની સીમમાં સર્વે નંબર નવ વાળી જમીનમાં સૂર્યાંશ રેસીડેન્સી નામની સ્કીમ મૂકીને અખબારોમાં જાહેરાતો તેમજ બ્રોશરો પ્રસિધ કર્યા હતા.

જે અન્વયે ચંદુભાઈને પણ ઉપરોક્ત સ્કીમમાં પ્લોટ લેવાની ઇચ્છા થતાં તેમણે વર્ષ 2015માં સુરત પાંડે નો સંપર્ક કર્યો હતો તે વખતે સુરત પાંડે એ ચંદુભાઈને ખેડૂતો સાથેના કરારો સહિતના પુરાવાઓ બતાવી ઉપરોક્ત સ્કીમ કોઈપણ જાતના વાદ વિવાદ વગર ની હોવાનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. જેની વાતો આવીને ચંદુ ભાઇએ આ સ્કીમમાં પ્લોટ નંબર 16 પસંદ કરી રૂ. 12 લાખમાં 118 વારનો પ્લોટ વેચાણ લેવાનું નક્કી કર્યું હતું. જે પેટે ચંદુભાઈ એ શરૂઆતમાં ટોકન પેટે રૂ. 1 લાખ અને પછીથી બાકીના 11 લાખ પણ સૂરજ પાંડેને બેંક મારફતે ચૂકવી આપ્યા હતા.

સમય મર્યાદામાં પ્લોટ નહીં મળતા સૂરજ પાંડે ગલ્લા તલ્લાં કરી નિત નવા બહાના બતાવતો રહેતો હતો. બાદમાં ઉપરોક્ત સ્કીમ એને કરાવવાની બાકી હોય પ્લાન બદલવાનો વિશ્વાસ સંપાદન કરી ચંદુભાઈને 27 નંબર નો પ્લોટ આપવાની બાહેધરી આપી વધુ 20 હજાર પણ તેણે પડાવી લીધા હતા. તેમ છતાં ઉપરોક્ત કિંમત સમયસર પ્લોટ નહીં મળવાના કારણે ચંદુભાઈ તપાસ કરતા સુરજ પાંડે ખેડૂતના ખોટા દસ્તાવેજો બનાવીને ઉપરોક્ત સ્કીમ મૂકી હોવા સહિત તેણે અન્ય 50થી વધુ લોકો પાસેથી રૂ. 6 કરોડ 53 લાખ 64 હજાર 800 ખંખેરી લઈ છેતરપિંડી આચરી હોવાનો જાણવા મળ્યું હતું.

જેનાં પગલે ચંદુભાઈએ જિલ્લા કલેકટર કચેરીમાં જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી કરી હતી. જે અન્વયે કલેકટરે હુકમ કરતા સેકટર 21 પોલીસ મથકના ઈન્સ્પેક્ટર મનોજ ભરવાડે બિલ્ડર સૂરજ પાંડે વિરુદ્ધ આઈપી સી એકટ 465, 467, 468, 471, 406, તેમજ 420 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...